શહીદની વિધવા સાથે 6 જણાએ 7 વર્ષ સુધી કરી હેવાનિયત, પડાવ્યા લાખો રૂપિયા અને ઘરેણા
રાજસ્થાનમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અહીં અલવર જિલ્લાના કિશનગઢમાં એક શહીદની વિધવા સાથે 6 જણાએ રેપ કર્યો. તેમના પર આરોપ છે કે તેમણે સાત વર્ષ સુધી મહિલા સાથે હેવાનિયત કરી. આરોપીઓએ મહિલાને જમીન અપાવવાની લાલચ આપીને તેની પાસેથી લાખો રૂપિયા અને ઘરેણા પણ હડપી લીધી. પીડિતાની ફરિયાદ પર રાજસ્થાન પોલિસે બધા આરોપીઓ સામે રેપ અને સંપત્તિ હડપવાનો કેસ નોંધ્યો છે.

શહીદની વિધવા સાથે 6 લોકોએ કર્યો રેપ
રેપ પીડિતા મહિલાની મેડીકલ તપાસ કરાવવામાં આવી છે. પોલિસે કેસ નોંધ્યા બાદ બધા આરોપીઓની તપાસમાં લાગી ગઈ છે. પીડિતાએ પોલિસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ કે તેના પતિ ભારીતય સીમામાં કાર્યરત હતા. તે વર્ષ 2012માં શહીદ થઈ ગયા. ત્યારબાદ તે પોતાના પિયર અલવર પાછી આવી ગઈ. પતિના શહીદ થયા બદા તેને અમુક રકમ મળી હતી. આ રકમને રોકાણ કરવાની લાલચ આપીને તેને જાળમાં ફસાવવામાં આવી.

નશીલો પદાર્થ પીવડાવીને કર્યો રેપ
પતિના મર્યા બાદ મળેલી રકમને રોકાણ કરવાની લાલચ આપીને કમાલ નામના યુવક તેને પોતાની સાથે ઘાસૌલી ગામ લઈ ગયો. અહીં બશીર, નસીરા, નૂરદીન અને કાસિમ તેને મળ્યા. આ બધાએ નશીલો પદાર્થ મિલાવીને તેની સાથે રેપ કર્યો. તેની સાથે ઘણા વર્ષો સુધી હેવાનિયત થતી રહી. આ દરમિયાન તેની પાસેથી જમીન અપાવવાના નામે રૂપિયા હડપતા રહ્યા.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો

બધી રકમ હડપી લીધી
પીડિતાએ જણાવ્યુ કે ત્યારબાદ આરોપીઓએ તેની મુલાકાત ઝાડોલી ગામ નિવાસી નઝીર અને માલાખેડા નિવાસી જિતેન્દ્ર સાથે કરાવી. આ લોકોએ જમીન અપાવવાના નામે તેમની સાથે હેવાનિયત કરી. આ બધાએ મળીને લગભગ સાત વર્ષો સુધી પીડિતા સાથે રેપ કર્યો અને તેનો ઘરેલુ સામાન, ચાર લાખ રૂપિયા અને તેના ઘરેણા લઈ લીધા.

એક આરોપીનુ થઈ ચૂક્યુ છે મોત
આમાંથી એક આરોપી કમાલ ખાનનુ માર્ગ અકસ્માતમાં મોત થઈ ચૂક્યુ છે. આણે જ પીડિતાને સૌથી પહેલા પોતાની જાળમાં ફસાવી હતી. પોલિસે જણાવ્યુ કે આ કેસમાં અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલિસ દ્વારા તેમના ઘરો પર દબાણ પણ કરવામાં આવી રહ્યુ છે.