For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ જસ્ટીસ કાત્જૂના છ સવાલથી જ્યૂડિશરીમાં બબાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જુલાઇ: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પ્રેસ કાઉંસિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કંડેય કાત્જૂ સતત હુમલાખોર તેવરમાં દેખાઇ રહ્યા છે. દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ આર સી લાહૌટી પર એક વાર ફરી તેમણે તીખા પ્રહારો કરી એક ભ્રષ્ટ જજની નિમણૂંક કરવાનો આરોપોને વાગોળ્યા છે. આ નિવેદનબાજીઓની વચ્ચે ન્યાયપાલિકાની ગરિમા અને સ્વતંત્રતા પર સવાલ પેદા થયા છે.

એક જમાનામાં જ્યારે જજ કોઇ સાર્વજનિક સમારંભમાં જવાનું પસંદ કરતા હતા તેમજ કોઇ સાર્વજનિક નિવેદનબાજી પણ ન્હોતા કરતા. કહેવામાં આવતું હતું કે એક જજ પોતાના નિર્ણયોથી જ બોલે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જૂ સતત ન્યાયપાલિકા અને સરકારની સાથે સાથે પૂર્વ મુક્ય ન્યાયાધીશો પર પણ આરોપોની હારમાળા લગાવી રહ્યા છે. સોમવારે જસ્ટિસ કાત્જૂએ આરોપ લગાવ્યો છે કે યૂપીએ સરકારે એક રાજનૈતિક દળના દબાવમાં એક ભ્રષ્ટ જજની નિમણૂંક કરાવી હતી. આરોપોના ઘેરામાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ આર.સી લાહૌટી પણ છે. મંગળવારે જસ્ટીસ કાત્જૂએ જસ્ટિસ લાહૌટીને છ સવાલો કર્યા.

આરોપોમાં ભલે ગમે તેટલો દમ હોય, પરંતુ આ પ્રકારની નિવેદનબાજી વિશ્લેષકો ન્યાયપાલિકાની છબીને ખરાબ કરનાર ગણાવી રહ્યા છે. બીજી બાજું જસ્ટીસ લાહૌટીએ પણ કોઇપણ સવાલનો (કાત્જુએ કરેલા સવાલો નીચે સ્લાઇડરમાં આપેલા છે) જવાબ આપવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મે કંઇ ખોટું નથી કર્યું. હું નિવેદનબાજી કરીને ઓછી હરકત નથી કરવા માંગતો. બધુ જ રેકોર્ડમાં છે. આ સાંભળતા જ જસ્ટિસ કાત્જૂએ ફરીથી બ્લોગ લખ્યો. તેમણે લખ્યું કે મને ઓછી હરકતની વાત કરવામાં આવી રહી છે તો જસ્ટીસ લાહૌટી મારા પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા.

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે જજોની નિયુક્તિને લઇને હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે. પરંતુ હાલમાં જસ્ટીસ કાત્જૂના નિવેદનને ચોક્કસ ઉદ્દેશ્યથી આપવામાં આવેલું હોય તેમ જોવામાં આવી રહ્યું છે. આવું પહેલી વાર બની રહ્યું છે કે ખુદ જજ સાર્વજનિક થઇને જજોની નિમણૂંકને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ સિસ્ટમને બદલવાની દિશામાં હકારાત્મક પગલું છે કે માત્ર નિવેદનબાજી.

કાત્જૂએ પોતાના બ્લોગમાં કરેલા છ સવાલો આ પ્રમાણે છે-

1.

1.

શું એ સાચુ નથી કે સૌથી પહેલા મે તે ભ્રષ્ટ જજની ફરિયાદ જસ્ટિસ લાહૌટીને મોકલી હતી?

2.

2.

શું એ સાચું નથી કે સુપ્રીમ કોર્ટ કોર્ટ કૉલેજિયમે મામલાની તપાસ આઇબી પાસે કરાવી હતી.

3.

3.

શું એ સાચું નથી કે જસ્ટીસ લાહૌટીએ મને ફોન કરીને આરોપો સાચા હોવાની વાત ન્હોતી કરી?

4.

4.

શું એ સાચું નથી કે કોલેજિયમે તે જજનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો હતો?

5.

5.

શું એ સાચું નથી કે જસ્ટીસ લાહૌટીએ કોલેજિયમને બતાવ્યા વગર કાર્યકાળમાં વધારો કર્યો હતો?

6.

6.

આઇબીના પ્રતિકુળ અહેવાલ છતાં જસ્ટીસ લાહૌટીએ એવું શા માટે કર્યું?

English summary
Press Council of India Chairman and former Supreme Court judge Markandey Katju, who alleged that three Chief Justices of India made "improper compromises" during UPA rule in allowing a judge under corruption cloud to continue in office, on Tuesday posed six questions to one them-Justice R C Lahoti-on the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X