દેશના 6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, આનંદીબેન બન્યાં યૂપીના ગવર્નર
નવી દિલ્હીઃ દેશના કેટલાય રાજ્યોના રાજ્યપાલને બદલી મુકવાાં આવ્યા છે. શનિવારે 6 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા છે. યૂપીમાં રાજ્યપલનો કાર્યભાર અત્યાર સુધી રામ નાઈક સંભાળી રહ્યા હતા. લાલ જી ટંડનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ બિહારના રાજ્યપાલ હતા. બિહારના નવા રાજ્યપાલ ફાગૂ ચૌહાણ હશે.

આનંદીબેન બન્યાં યૂપીના ગવર્નર
જગદીપ ધનકડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આ્યા છે. જ્યારે રમેશ બૈસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ કેન્દ્ર સરકારે ભાજપના સીનિયર નેતા કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના ગવર્નર નિયુક્ત કર્યા હતા. જ્યારે હિમાચલ પ્રદેશના હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
|
6 રાજ્યોમાં બન્યા નવા રાજ્યપાલ
આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હનનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમની પાસે હાલ તેલંગાણાનો અતિરિક્ત પ્રભાર પણ છે. આ તેમનો બીજો કાર્યકાળ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આમને પાછો મોકો આપે છે કે નહિ. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ ગોવાની રાજ્યપાલ મૃદુલા સિન્હા, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, કેરળના રાજ્યપાલ પી સતશિવમ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યસાગર રાવનો કાર્યકાળ આ વર્ષે ખતમ થઈ રહ્યો છે.

કેટલાય રાજ્યપાલનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી, નાગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ બાલકૃષ્ણ આચાર્ય અને ઝારખંડની રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનો કાર્યકાળ પણ આ વર્ષે જ પૂર્ણ થઈ રહ્યો છે. આ તમામની નિયુક્તિ મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં કરી હતી. રાજ્યપાલ તરીકે ઈએસએલ નરસિમ્હનની નિયુક્તિ કોંગ્રેસ નેતૃત્વવાળી યૂપીએ-2 સરકારમાં થઈ હતી. પરંતુ મોદી સરકારે તેમને રાજ્યપાલના પદ પર યથાવત જ ન રાખ્યા બલકે તેમને વધુ એક કાર્યકાળ ગિફ્ટમાં આપી દીધો.
સોનભદ્ર હત્યાકાંડઃ પ્રિયંકાએ પત્રકારોને કહ્યુ, ‘પ્રશાસન પર દબાણ કરો, મારી પાછળ કેમ પડ્યા છો'