For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં 6 વર્ષની માસુમ બાળકી પર રેપ બાદ હત્યા, NCPCRએ 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

દેશમાં રેપ સામે લોકોમાં વધતા આક્રોશ વચ્ચે પંજાબના હોશિયારપુર જિલ્લામાં માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં રેપ સામે લોકોમાં વધતા આક્રોશ વચ્ચે પંજાબના હોશિયારપુર જિલ્લામાં માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 6 વર્ષની માસુમ બાળકી સાથે કથિત રીતે બળાત્કાર અને હત્યા બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ કેસમાં પોલિસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે દોષિતોને કડકમાં કડક સજા અપાવવાનુ આશ્વાસન આપ્યુ છે.

આરોપીના ઘરેથી જ બાળકીની અડધી બળેલી લાશ મળી

આરોપીના ઘરેથી જ બાળકીની અડધી બળેલી લાશ મળી

વાસ્તવમાં કેસ હોશિયારપુર જિલ્લાના ટાંડાના જલાલપુર ગામનો છે જ્યાં 6 વર્ષની બાળકી સાથે કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલિસે આરોપીના ઘરેથી જ બાળકીની અડધી બળેલી લાશ મેળવી છે. આ ઘટના સામે આવ્યા બાદથી જ પંજાબ સરકાર એલર્ટ થઈ ગઈ છે.

3 દિવસની અંદર તપાસ અને રિપોર્ટ આપવાનો આદેશ

આરોપીને અમુક કલાકોની અંદર જ પકડી લેવામાં આવ્યો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ કેસમાં જાણવાજોગ લઈને એસએસપી હોશિયારપુરને એક પત્ર લખીને 3 દિવસની અંદર તપાસ અને રિપોર્ટ હાજર કરવા કહ્યુ છે. વળી, ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ પોતાના એક નિવેદનમાં દોષિતોને કડક સજા આપવાની વાત કહી છે.

આરોપીઓ માટે કડક સજાની માંગ

તેમણે કહ્યુ કે હોશિયારપુરમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી છે. જો કે પોલિસે આરોપીઓની ધરપકડ કરી લીધી, ડીજીપીને યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. ડી઼જીપીએ આ કેસમાં ઝડપથી ઉકેલવાની વાત કહી છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે અને આરોપીઓ માટે કડક સજાની માંગ કરવામાં આવી છે.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ભગાડ્યા - બસ વોટ માંગવા આવો છોભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ભગાડ્યા - બસ વોટ માંગવા આવો છો

English summary
6 year old girl raped and murdered in Punjab, NCPCR sought report in three days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X