For Quick Alerts
For Daily Alerts
60 ખાતા ધારકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ: અરૂણ જેટલી
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: કાળા નાણા ધારકોની નવી સૂચિ મીડિયામાં આવ્યા બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કાળા નાણા ધારકોના 60 ખાતાઓની ખરાઇ કરી લેવામાં આવી છે. જેમની વિરુદ્ધ આવક વિભાગ તરફથી સ્વતંત્ર તપાસ શરૂ કરી લેવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે અંગ્રેજી અખબારે એચએસબીસી બેંકની જેનેવા શાખામાં 2006-2007 દરમિયાન ખાતા ધારકોની સૂચીમાં 1,100થી વધારે ભારતીયોના નામો સામેલ હોવાના સમાચાર છપાયા છે. જેટલીએ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે જે જાણકારી આજે સામે આવી છે, તે અમારી પાસે પહેલાથી જ હતી. તેમણે જણાવ્યું કે અત્રે સવાલ ખાતાધારકોના નામનો નથી, પરંતુ અમને સાક્ષીઓની જરૂરત છે. આ સંદર્ભમાં કેટલાંક નવા નામોની પણ ભાળ મળી છે, અને અધિકારીઓ તેની સત્યતા અંગે તપાસ કરશે.
તેમણે જણાવ્યું કે આવક વિભાગ દ્વારા કરવામાં આવેલી સ્વતંત્ર તપાસ દ્વારા 60 મામલાઓની ખરાઇ કરી લેવામાં આવી છે. જેટલીએ જણાવ્યું 31 માર્ચ સુધી બાકી બચેલા ખાતાઓની તપાસ કાર્ય શરૂ કરી દેવામાં આવી છે. જેટલીએ 31 માર્ચ સુધી બાકી બચેલા ખાતાઓની પણ તપાસ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. જેટલીએ જણાવ્યું કે સરકાર કેટલાંક નામોના આધાર પર 'સ્વિસ લીક્સ' સંબંધિત રિપોર્ટો પર કામગીરી ના કરી શકે.
સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા કાળા નાણાની જપ્તી માટે ગઠિત વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)ને આવા લગભગ 628 ખાતાધારકોની સૂચિ સોંપવામાં આવી છે. અધિકારીઓએ ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે વિદેશોમાં જમા કાળા નાણાના સંદર્ભમાં ખુલાસો થયો છે.
જે ખાતાઓનો ખુલાસો થયો છે તેમાં એચએસબીસી બેંકની જેનેવા શાખામાં હાલના 628 ભારતીય ખાતા ધારકોના નામો સામેલ છે, અને આ સૂચિ ભારતને ફ્રાંસ દ્વારા મળી હતી. સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી એસઆઇટીની રિપોર્ટ અનુસાર, તેમાંથી 289 ખાતા બિલકૂલ ખાલી છે અને તેમાં કોઇ પણ ધનરાશિ નથી.