For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં મચી ભાગદોડ, 7 લોકોના મોત

ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ્ય ચંદ્રબાબુ નાયડુ બુધવારના રોજ એક રેલી યોજી હતી. આ રેલીમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત સ્થિર છે.

Chandrababu Naidu

ઘટના અંગે મળતી માહિતી મુજબ ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. જ્યારે ટીડીપીના અન્ય બે કાર્યકરોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ ભાગદોડ બાદ ચંદ્રબાબુ નાયડુ ઘાયલ કાર્યકરોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓ માટે 10 લાખ રૂપિયાનું વળતર અને NTR ટ્રસ્ટ દ્વારા તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળની જાહેરાત કરી હતી.

આવા સમયે તેલુગુ દેશમ પાર્ટીએ કાર્યકરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશે એક ટ્વીટમાં લખ્યું કે, ટીડીપી કાર્યકર્તાઓનું મૃત્યુ પાર્ટી માટે મોટું નુકસાન છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલોની સારી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઘટનામાં મૃતકોની ઓળખ આત્મકુરના દેવીનેની રવીન્દ્ર બાબુ, કોંડામુડુસુપલમના કલાવાકુરી યાનાડી, ઉલ્વાપાડુના યાતાગિરી વિજયા, કંદુકુરુના કાકુમણી રાજા, ગુલ્લાપાલેમના મારલાપાઈ ચિન્ના કોંડૈયા અને કંડુકુરુના પી પુરૂષોથમ તરીકે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી, જ્યારે કોઈ મોટા નેતાની રેલીમાં નાસભાગ મચી હોય. આ પહેલા પણ અનેક મોટા નેતાઓની રેલીમાં નાસભાગના સમાચાર આવ્યા છે.

English summary
7 died and several injured in stampede at former Andhra Pradesh CM Chandrababu Naidu rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X