For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજા ભૈયાના સુરક્ષા ગાર્ડ સહિત સાતની ધરપકડ

By Super
|
Google Oneindia Gujarati News

arrested
પ્રતાપગઢ, 24 એપ્રિલઃ સીબીઆઇના કુંડાના ડીએસપી જિયા ઉલ હકની હત્યાના મામલે બુધવારે ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના સુરક્ષા ગાર્ડ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે, સાત લોકોએ કથિત રીતે ટોળાને ડીએસપીની હત્યા કરવા માટે ઉશ્કેર્યું જે ગ્રામ પ્રધાન નન્હા યાદવની હત્યાના સમાચાર બાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સૂત્રોએ કહ્યું કે, ટોળાની આગેવાની કથિત રીતે ભુલ્લે પાલે કરી હતી. જે પ્રદેશના તત્કાલિન મંત્રી રાજા ભૈયાના સુરક્ષા ગાર્ડ છે. હકની પત્નીએ પોતાની પ્રાથમિકીમાં મુખ્ય આરોપી તરીકે રાજા ભૈયા પર શંકા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ડીએસપીની હત્યાના મામલે 13 એપ્રિલે ચાર લોકોની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. જેમાં નન્હા યાદવના પુત્ર, બે ભાઇ અને ઘરનો નોકર સામેલ છે. અત્યારસુધી આ મામલે 11 લોકોની ધરપકડ કરાઇ ચૂકી છે.

તેમણે કહ્યું કે, આજે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં છોટેલાલ યાદવ, ઘનશ્યામ સરોજ, રામલખન ગૌતમ, રામાશ્રય, શિવરામ પાસી, મુન્ના પટેલ અને ભુલ્લે પાલ છે. છોટે, સરોજ, ગૌતમ અને રામાશ્રય ગ્રામ પ્રધાન નન્હે યાદવના સહયોગી હતા. ડીએસપીની હત્યાના અમુક કલાક પહેલા જ નન્હે યાદવની હત્યા કરવામાં આવી હતી.

English summary
CBI on Wednesday arrested seven persons, including security guard of influential MLA Raghuraj Pratap Singh alias Raja Bhaiya, in connection with the murder case of Kunda DSP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X