ગુજરાત, યુપી, બિહાર અને આંધ્ર પ્રદેશના 7 ભારતીય નાગરિકોનુ લીબિયામાં અપહરણ
નવી દિલ્લીઃ લીબિયાથી ગયા મહિને સાત ભારતીય નાગરિકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. વિદેશ મંત્રાલય તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે આ નાગરિકો ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ અને ગુજરાતના રહેવાસી છે. ભારત સતત તેમની સુરક્ષિત મુક્તિ માટે કોશિશો કરી રહ્યુ છે. ભારત સરકારે લીબિયાની ઑથોરિટી સાથે સંપર્ક રાખ્યો છે અને તેમની જલ્દી મુક્તિના પ્રયાસ ચાલુ છે.
14 સપ્ટેમ્બરે થયુ હતુ અપહરણ
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યુ કે 14 સપ્ટેમ્બરે આ ભારતીયોનુ આશવેરિફ નામની એક જગ્યાએથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ બધાને એ વખતે કિડનેપ કરવામાં આવ્યા જ્યારે તે ભારત આવવા માટે ત્રિપોલીથી ફ્લાઈટ પકડવા માટે રસ્તામાં હતા. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'સરકાર આ બધા ભારતીયોના પરિવારવાળા સાથે સંપર્કમાં છે અને તેમને ભરોસો અપાવે છે કે જેટલી જલ્દી થઈ શકે તેટલુ તેમને પાછા લાવવામાં આવશે.' અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે સરકાર લીબિયાની ઑથોરિટી સાથે સતત સલાહ સૂચન કરી રહી છે અને તેમની મુક્તિ માટે બધા સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યુ કે સરકાર એ કંપનીને પણ શોધી રહી છે જેમની સાથે તે કામ કરી રહ્યા હતા. અનુરાગ શ્રીવાસ્તવે માહિતી આપી કે બધા ભારતીય કન્સ્ટ્રક્શન અને ઑઈલ ફીલ્ડ સપ્લાઈઝ કંપની સાથે કામ કરી રહ્યા હતા. એમ્પ્લૉયરનો કિડનેપર્સે કૉન્ટેક્ટ કર્યો છે અને તેણે પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા છે. આ ફોટોગ્રાફ્સથી માલુમ પડે છે કે બધા ભારતીય નાગરિક સુરક્ષિત છે અને તેમની તબિયત પણ સંપૂર્ણપણે ઠીક છે.
સરકારે લીબિયાની યાત્રા પર લગાવ્યો છે પ્રતિબંધ
લીબિયા એક નૉર્થ આફ્રિકાનો દેશ છે અને અહીં તેલનુ ઉત્પાદન સૌથી વધુ થાય છે. વર્ષ 2011તી અહીં હિંસાનો દોર ચાલુ છે. એ વર્ષે અહીં ગદ્દાફીના શાસનનુ પતન થઈ ગયુ હતુ અને ત્યારથી અશાંતિ બનેલી છે. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ છે કે ટ્યુનીશિયામાં સ્થિત ભારતીય દૂતાવાસે લીબિયાન સરકારનો સંપર્ક કર્યો છે અને સાથે જ ત્યાં હાજર આંતરરાષ્ટ્રીય સંગઠનનો પણ સંપર્ક સાધ્યો છે. તેમની પાસે ભારતીય નાગરિકોને મુક્ત કરવા માટે મદદ માંગવામાં આવી છે. લીબિયામાં વસેલા ભારતીય નાગરિકોની જવાબદારી ટ્યુનીશિયાના દૂતાવાસ જ સંભાળે છે. સપ્ટેમ્બર 2015માં સરકાર તરપથી એક એડવાઈઝરી જારી કરી હતી અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતીય નાગરિક સુરક્ષાની દ્રષ્ટિએ લીબિયા જવાનુ ટાળે. વર્ષ 2016માં સરકારે લીબિયાની યાત્રા પર સંપૂર્ણપણે બેન લગાવી દીધો હતો. આ બેન આજે પણ લાગુ છે.
RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ