• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઈની ઇમારતમાં ભીષણ આગ, ફિલ્મ ફાઇનાંસર સહિત 7ના મોત

|

મુંબઈ, 14 ડિસેમ્બર : મુંબઈમાં ગઈકાલે એક 26 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 7 વ્યક્તિઓના મોત થઈ ગયાં. મૃતકોમાં ફિલ્મ ફાઇનાંસર દિનેશ ગાંધી અને તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. દિનેશ ગાંધીએ તેઝાબ જેવી સુપર હિટ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.

mumabi-fire-dinesh-gandhi
મળતી માહિતી મુજબ દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તાર કૅમ્પ્સ કૉર્નરમાં એક 26 માળની ઇમારતમાં ગઈકાલે મોડી સાંજે આગ લાગી ગઈ અને તેમાં 7 જણા ભુંજાઈ ગયાં. આગ ઇમારતના 12મા માળે લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં. આગ એટલી ભયાનક હતી કે તેને બુઝાવતા 5 ફાયર કર્મચારીઓ અને 2 અધિકારીઓ પણ ગંભીર રીતે દાઝી ગયાં.

આગની ભયાનકતાનો ખ્યાલ એ વાત ઉપરથી કરી શકાય કે આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 14 ગાડીઓને લગભગ 4 કલાકનો સમય લાગ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડની મુસ્તેદીના પગલે આગમાંથી 26 લોકોને સલામત બહાર કાઢી શકાયાં. ઈજાગ્રસ્તોને જુદી-જુદી હૉસ્પિટલોમાં દાખલ કરાયાં છે. બીએમસીના જણાવ્યા મુજબ આગમાં માર્યા ગયેલાઓમાં ફિલ્મ ફાઇનાંસર દિનેશ ગાંધી અને તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. દિનેશ ગાંધીએ બ્લૉક બસ્ટર ફિલ્મ તેઝાબ પ્રોડ્યુસ કરી હતી.

English summary
The major fire broke out on the 12th floor of a high-rise residential building in South Mumbai has claimed lives of 7 of its residents and injured at least six firemen.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more