For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુઃ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત, પીએમે કર્યુ વળતરનું એલાન

તમિલનાડુના મુથિયમપલયના કુરુપુ સ્વામી મંદિરમાં ભાગદોડ થતા 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જ્યારે 10થી વધુ ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના મુથિયમપલયના કુરુપુ સ્વામી મંદિરમાં ભાગદોડના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ભાગદોડમાં 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જ્યારે 10થી વધુ ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ પીએમ મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની વળતરની રકમ આપવાની ઘોષણા કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાનું એલાન કર્યુ છે.

Tamil Nadu

જણાવવામાં આવી રહ્યુ છે કે આ દૂર્ઘટનામાં જે 7 લોકોના મોત નીપજ્યા છે તેમાં 4 મહિલાઓ પણ શામેલ છે. પોલિસે જણાવ્યુ કે મુથિયમપલયમ ગામનું એક મંદિર છે જેમાં વાર્ષિક ઉત્સવમાં સેંકડો શ્રદ્ધાળુઓ જમા થયા હતા. આ દૂર્ઘટના એ દરમિયાન બની જ્યારે ત્યાં પૂજારી શ્રદ્ધાળુને સિક્કા વહેંચી રહ્યા હતા. સિક્કા લેવાની હોડમાં ત્યાં ભાગદોડ મચી ગઈ. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઘટના પર પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મદદ કરવાનું એલાન કર્યુ છે. આ સાથે સાથે પીએમ મોદીએ કહ્યુ કે એ લોકોના પરિજનો માટે તે મારી સંવેદના અને ઘાયલ થયેલા લોકો સાથે પ્રાર્થના. અધિકારીઓ દ્વારા દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે ભીડ થયા બાદ પણ મંદિર પરિસરમાં સુરક્ષાની કોઈ ખાસ વ્યવસ્થા નહોતી જેના કારણે ભીડ બેકાબુ થઈ ગઈ અને ભાગદોડ મચી ગઈ. જો કે ભાગદોડ પાછળના કારણની માહિતી તો તપાસ બાદ જ માલુમ પડી શકશે.

આ પણ વાંચોઃ શ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇઆ પણ વાંચોઃ શ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇ

English summary
7 people died and more than 10 were injured in stampede at Karupu Swamy temple in Tamil Nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X