અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન
ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનથી પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 72 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીએમ મમતા બનર્જીએ ખુદ આની માહિતી આપી છે. બેનર્જીએ વાવાઝોડાના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરીને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાના વળતરનુ એલાન કર્યુ છે. પશ્ચિમ બંગાળમાં અમ્ફાને ભારે વિનાશ કર્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ કહ્યુ કે આવુ વાવાઝોડુ 283 વર્ષ પહેલા 1737માં આવ્યુ હતુ. બેનર્જીએ કહ્યુ કે તોફાનના કારણે ઘણા વિસ્તારો નષ્ટ થઈ ગયા છે. સંચાર અટકી ગયો છે.
વાવાઝોડાના કારણે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. કોલકત્તામાં પણ ભારે નુકશાન થયુ છે. તેમણે કહ્યુ કે પ્રશાસન એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમે કહ્યુ કે તફાનમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનનુ નુકશાન થયુ છે. અમ્ફાન તોફાન પશ્ચિમ બંગાળની ખાડીમાં બપોરે લગભગ 3.30થી 5.30 વાગ્યા વચ્ચે લેંડફોલ શરૂ થયુ. બંગાળના દીઘા વિસ્તાર અને બાંગ્લાદેશના હટિયા દ્વીપ વચ્ચે બપોરે 3 વાગે તોફાને દસ્તક આપી જે બાદ કલાકો તેણે વિનાશ વેર્યો. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં તેણે કહેર વરસાવ્યો.
પશ્ચિમ બંગાળમાં તોફાને ભારે વિનાશ કર્યો છે. કોલકત્તામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયુ છે અને વૃક્ષો ઉખડી જવાના કારણે રસ્તા બંધ છે. હજારો મકાનો પણ ઉજડી ગયા છે. કાચા મકાનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. પાકા મકાનોની પણ છત ઉડી ગઈ છે. ઓરિસ્સાના કેન્દ્રપાડા, બાલાસોર, ભદ્રકમાં તોફાને વિનાશ કર્યો છે. અહીં ભારે પવનના કારણે વૃક્ષો અને વિજળીના થાંભલા ઉખડી ગયા. રાજ્યોના પ્રશાસન અને એનડીઆરએફની ટીમો રાહત કાર્યોમાં લાગી છે. લાખો લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી ખસેડી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
વૉટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થઈ અશ્લીલ ક્લિપ, શહેર કોંગ્રેસ અધ્યક્ષે માંગી માફી