... તો સાંસદ તરીકે ગેરલાયક ઠરશે દેશના 72 દોષિત સાંસદો
એડીઆર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ગુનાહિત કેસોનો સામનો કરી રહેલા આ સાંસદોમાં કઇ પાર્ટીના કેટલા સાંસદો છે તેની માહિતી આ મુજબ છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 18 સાંસદો
કોંગ્રેસના 14 સાંસદો
સમાજવાદી પાર્ટીના 8 સાંસદો
બહુજન સમાજ પાર્ટી (બસપા)ના 6 સાંસદો
એઆઇએડીએમકેના 4 સાંસદો
જેડીયુના 3 સાંસદો
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના 2 સાંસદો
અન્ય નાના દળોના 17 સાંસદો
દિલ્હીની એક અદાલતે મંગળવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રશીદ મસૂદને એમબીબીએસ ભરતી કૌભાંડમાં દોષિત જાહેર કરવામાં આવતા અને એક દિવસ પહેલા રાંચીની એક નીચલી કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં દોષિત ગણાવ્યા બાદ ગુનાહિત કેસોમાં ફસાયેલા સાંસદો ફરીથી દેશની આંખો સમક્ષ આવી ગયા છે.
એડીઆર દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી 2009 અને 2008 બાદ થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ચૂંટાયેલા 4,807 સંસદ સભ્યોના વિશ્લેષણના આધારે 30 ટકા સભ્યો (1,460)ને અપરાધિક બાબતોમાં દોષિત હોવાનું જાણવા મળે છે. તેમાંથી 688 સાંસદો સામે ગંભીર કેસો નોંધાયેલા છે.