• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇરાકમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 73ના મોત

By Super
|

બગદાદ, 18 મેઃ ઇરાકમાં શુક્રવારે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 73 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 148 લોકોને ઇજા પહોંચી છે. આ જાણકારી પોલીસ અધિકારીઓએ આપી છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર આ વિસ્ફોટ દિયાલા પ્રાંતની રાજધાની બાકુબા અને બગદાદમાં અલગ-અલગ સ્થાનો પર થયો. બાકુબાના મેયર અબ્દુલ્લા હયાલીએ જણાવ્યું કે શહેરની સારોયા મસ્જિદ નજીક બે વિસ્ફોટ એ સમયે થયા જ્યાં જુમ્માની નમાજ બાદ સુન્ની સમુદાયના લોકો મસ્જિદમાંથી બહાર આવી રહ્યાં હતા.

આ ઘટનામાં 41 લોકોના મોત નીપજ્યાં જ્યારે 56 લોકોને ઇજા પહોંચી હતી. પોલીસના એક સૂત્રએ જાણકારી આપી કે શુક્રવારે બગદાદમાં થયેલા ત્રણ અલગ-અલગ વિસ્ફોટોમાં 22 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 57 લોકોને ઇજા પહોંચી છે.

પ્રથમ વિસ્ફોટ પશ્ચિમ બગદાદના અમરિયા જિલ્લામાં થયો જ્યાં 19 લોકોના મોત તથા 32 ઇજાગ્રસ્ત થયા છે. બીજો વિસ્ફોટ દક્ષિણ બગદાદના ડોરા જિલ્લામાં થયો જ્યાં બે લોકોના મોત થયા અને 20 લોકોને ઇજા પહોંચી છે. ત્રીજો વિસ્ફોટ પશ્ચિમ બગદાદના ગજલિયામાં થયો જ્યાં એકનું મોત થઇ તથા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ વચ્ચે ફલુજા શહેરમાં એક કોફી શોપમાં ઘડાકો થયો જેમાં બે લોકોના મોત નીપજ્યા અને 10 લોકોને ઇજા પહોંચી હતી.

આંતરિક મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે એક અન્ય વિસ્ફોટ બગદાદથી 30 કિમી દૂર સ્થિત મદૈન શહેરમાં એક સ્થાનિક અધિકારીના અંતિમ સંસ્કાર દરમિયાન થયો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા અને 25ને ઇજા પહોંચી. આ ઘાતક હુમલાની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને લીધી નથી. બીજી તરફ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે, ઇરાકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વિશેષ પ્રતિનિધિ માર્ટિન કોબલરે શુક્રવારે ઇરાકી નેતાઓને દેશમાં નાગરિકોની સુરક્ષા સુનિીશ્ચિત કરવા અંગે અપીલ કરી છે.

English summary
A wave of bombing attacks struck war-torn Iraq Friday, leaving as many as 73 people dead and 148 injured, police and officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X