For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત

દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે. મહિલાનું મૃત્યુ દહેરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં થયુ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃધ્ધ મહિલાનું નામ સુધા મિશ્રા હતુ. જે યોગ કરવા દરમિયાન કાર્યક્રમ સ્થળ પર જ બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ.

yoga

એસપી પ્રદીપ રાયે જણાવ્યુ કે કાર્યક્રમ સ્થળ પર મેડીકલ કેમ્પ અને એમ્બ્યુલન્સની સુવિધા હતી. મહિલા બેભાન થયા બાદ તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ. મોતનું કારણ માત્ર ડૉક્ટર જ જણાવી શકે છે. નોંધનીય છે કે પીએમ મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગ કર્યા હતા. જ્યાં આ મહિલા હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ ક યોગ લોકોને જુદા પાડવાની જગ્યાએ જોડવાનું કામ કરે છે.

તમને જણાવી દઈએ કે 21 જૂનના રોજ મોદી સરકારનો ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો. ભારતમાં જ માત્ર દરેક જગ્યાઓ નહિ પરંતુ દુનિયાભરમાં લોકોએ યોગ દ્વારા પોતાને સ્વસ્થ રાખવાનો સંકલ્પ કર્યો. પીએમ મોદીના કાર્યક્રમમાં કુલ 50000 લોકો એકઠા થયા હતા. પીએમના કાર્યક્રમ સાથે જ દેશભરમાં યોગની ઉજવણી શરૂ થઈ અને તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રીઓએ યોગ કર્યા.

English summary
73 year old lady died during PM Modi's event on lnternational Yoga Day celebrations in Dehradoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X