ભારત છોડો આંદોલનના 75 વર્ષે, મોદી અને સોનિયા ગાંધીનું નિવેદન

Posted By:
Subscribe to Oneindia News

ભારત છોડો આંદોલનને આજે 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. જે પર લોકસભા અને રાજ્યસભા બન્નેમાં ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદનને સંબોધિત કરતા જોવા મળ્યા. તેમણે આ પ્રસંગને યાદ કરતા જણાવ્યું કે યુવાનોને આ ઐતિહાસિક ઘટના વિષે જાણવું જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત છોડો આંદોલનથી એક નવા નેતૃત્વનો ઉદય થયો હતો. તેમણે કહ્યું કે મહાપુરુષોના બલિદાનને આવનારી પેઢી સુધી મોકલવું આપણું કર્તવ્ય છે. 9 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધીએ કરો યા મરોનું આહ્વાહન કર્યું હતું. આપણી આ આઝાદી ખાલી ભારતની આઝાદી નહી પણ તેણે અનેક દેશોને પ્રેરણા પૂરી પાડી હતી અને તેણે વસાહતવાદ અંત લાવ્યો હતો.

modi

ભષ્ટ્રાચાર પર મોદી

વધુમાં તેમણે કહ્યું કે ભષ્ટ્રાચારે વિકાસની યાત્રા પર રોક લગાવી છે. ગરીબી, શિક્ષા અને કુપોષણે આપણા મોટા પડકારોછે. જેના પર સકારાત્મક બદલાવ લાવવાની જરૂર છે. પીએમ કહ્યું કે રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવી જોઇએ, કોઇ દળ દેશથી મોટું નથી હોતું અને સાથે મળીને આપણે સફળતા મેળવીશું. સાથે જ મોદીએ કહ્યું કે લોકો નાની નાની વાત પર હિંસક થવા લાગે છે. કાનૂન તોડવો તે આપણો સ્વભાવ બની ગયો છે. ક્યારેક ટ્રાફિક તોડીએ છીએ તો ક્યારે ડોક્ટરને મારીએ છીએ. આ વાતને પીએમએ અયોગ્ય ઠેરવી હતી.

sonia

સોનિયા ગાંધી

આ પ્રસંગે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કહ્યું કે નેહરુએ તેમના જીવનનો લાંબા સમય જેલમાં વિતાવ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંગઠનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તેવા પણ સંગઠનો હતા જે આ આંદોલનની વિરુદ્ધ હતા. આવા સંગઠનોએ આઝાદીમાં કોઇ યોગદાન નથી આપ્યું. તેમણે કહ્યું આજે વિભાજનની રાજનીતિના વાદળ છવાયેલા છે. તેમણે કહ્યું કે નફરત અને બદલાની ભાવના છવાયેલી જોવા મળે છે. પબ્લિક સ્પેસમાં ચર્ચાની શક્યતા નહીવત થઇ ગઇ છે.

English summary
Prime Minister narendra modi and Sonia Gandhi addressed parliament on the 75th anniversary of the Quit India movement.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.