75 TH Independence Day
LIVE
independence day 2021 Live Updates in Gujarati: હવે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ નીતિઓ બનશેઃ મોદી
independence day 2021 Live Updates in Gujarati: હવે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ નીતિઓ બનશેઃ મોદી

દેશભરમાં 75 માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 13 ઓગસ્ટના રોજ, લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વસ્તુ પરફેક્ટ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી હવે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે સૌથી વધુ ધ્યાન સુરક્ષા વ્યવસ્થા પર છે, કારણ કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ભીષણ હિંસા થઈ હતી. આવી સ્થિતિમાં જૂની દિલ્હી સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગઈ છે.

modi

11:15 AM
Aug 15, 2021
CM રૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું, રાજ્યમાં નવા 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત
8:54 AM
Aug 15, 2021
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની એક વિશેષ વાત છે, તેમાં સ્પોર્ટ્સને એક્સ્ટાકૈરીકુલરની જગ્યાએ મેનસ્ટ્રીમ અભ્યાસનો ભાગ બનાવવામાં આવ્યો છે, જીવનને આગળ વધારવામાં જે પ્રબાવી માધ્યમ છે, તેમાં એક સ્પોર્ટ્સ પણ છેઃ પીએમ મોદી
8:53 AM
Aug 15, 2021
જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણી પ્રોફેશનલ્સ બનશે તો તેના સામર્થ્ય સાથે ન્યાય થશે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામે લડાઈનું હું સાધન માનું છુંઃ પીએમ મોદી
8:52 AM
Aug 15, 2021
લાલ કિલ્લેથી પીએમ મોદી- આજે દેશ પાસે 21મી સદીની જરૂરતોને પૂરી કરતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ છે.
8:52 AM
Aug 15, 2021
દરેક એ નિયમ, દરેક એ પ્રક્રિયા જે દેશના લોકો સામે સમસ્યા બનીને, બોજો બનીને ઉભી છે, તેને આપણે દૂર કરવી પડશેઃ પીએમ મોદી
8:51 AM
Aug 15, 2021
હું આજે આહ્વાન કરી રહ્યો છું, કેન્દ્ર હોય કે રાજ્ય તમામના વિભાગોથી, તમામ સરકારી કાર્યાલયોને, તમારે ત્યાં નિયમો- પ્રક્રિયાઓની સમીક્ષાનુ્ં અબિયાન ચલાવોઃ પીએમ મોદી
8:51 AM
Aug 15, 2021
રિફોર્મ્સને લાગૂ કરવા માટે ગુડ અને સ્માર્ટ ગવર્નન્સ જોઈએ, આજે દુનિયા આ વાતની પણ સાક્ષી છે કે કેવા ભારત પોતાને ત્યાં ગવર્નન્સનો નવો અધ્યાય લખી રહ્યો છેઃ પીએમ મોદી
8:50 AM
Aug 15, 2021
આપણે જોયું છે, કોરોના કાળમાં જ હજારો નવા સ્ટાર્ટ અપ્સ બન્યા છે, સફળતાથી કામ કરી રહ્યા છે, કાલના સ્ટાર્ટ અપ્સ, આજના યૂનિકોર્ન બની રહ્યા છે, તેની માર્કેટ વેલ્યૂ હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહી છેઃ પીએમ મોદી
8:49 AM
Aug 15, 2021
મેન્યુફેક્ચરર્સને હું એટલા માટે કહું છું- તમારી દરેક પ્રોડક્ટ ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જ્યાં સુધી તે પ્રોડક્ટ ઉપયોગમાં લેવાય રહી છે, તેને ખરીદવા વાળા કહેશે- હા આ મેડ ઈન ઈન્ડિયા છેઃ પીએમ મોદી
8:48 AM
Aug 15, 2021
દેશના તમામ મેન્યૂફેક્ચર્સે પણ સમજવું પડશે, તમે જે પ્રોડક્ટ્સ બહાર વેંચો છો તે તમારી કંપનીમાં બનાવેલી માત્ર એક પ્રોડક્ટ નથી હોતી, તેની સાથે ભારતની ઓળખ જોડાયેલી હોય છે, પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે, ભારતના કોટિ-કોટિ લોકોનો વિશ્વાસ જોડાયેલો હોય છેઃ પીએમ મોદી
8:47 AM
Aug 15, 2021
ભારત આજે પોતાનું લડાકૂ વિમાન બનાવી રહ્યું છે, સબમરીન બનાવી રહ્યું છે, ગગનયાન પણ બનાવી રહ્યું છેઃ પીએમ મોદી
8:47 AM
Aug 15, 2021
વિકાસના પથ પર આગળ વધતાં ભારતે પોતાની મેન્યૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ, બંનેને વધારવી પડશે, તમે જોયું છે કે હજી થોડા દિવસો પહેલાં જ ભારતે પોતાનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતાર્યું છેઃ પીએમ મોદી
8:46 AM
Aug 15, 2021
ભારતને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ ઈંફ્રાસ્ટ્ર્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપરોચ અપનાવવાની પણ જરૂરત છે, ભારત આગામી થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિ શક્તિ-નેશનલ પ્લાન માસ્ટરને લોન્ચ કરવા જઈ રહ્યો છેઃ પીએમ મોદી
8:45 AM
Aug 15, 2021
દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 અઠવાડિયામાં 75 વંદેભારદ ટ્રેન દેશના દરેક ખુણાને પરસ્પર જોડતી હશે, આજે જે ગતિએ દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાણ યોજના દૂર- દૂરના વિસ્તારોને જોડી રહી છે, તે પણ અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી
8:29 AM
Aug 15, 2021
આપણે મળીને કામ કરવું પડશે, નેક્સ્ટ જનરેશન ઈંફ્રાસ્ટ્રક્ચર માટે આપણે મળીને કામ કરવું પડશે, વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ માટે આપણે મળીને કામ કરવું પડશે. કટિંગ ઈજ ઈનોવેશન માટે આપણે મળીને કામ કરવું પડશે. ન્યૂ એજ ટેક્નોલોજી માટે આપણે મળીને કામ કરવું પડશેઃ પીએમ મોદી
8:28 AM
Aug 15, 2021
દેશના 80 ટકાથી વધુ ખેડૂતો એવા છે, જેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે, પહેલાં જે દેશમાં નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું તે રહી ગયું, હવે આવા ખેડૂતોને જ ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવી રહ્યા છેઃ પીએમ મોદી
8:27 AM
Aug 15, 2021
નાના ખેડૂતો દેશની શાન બને એ અમારું સપનું છે, આગામી વર્ષોમાં આપણે દેશના નાના ખેડૂતોની સામૂહિક શક્તિને વધુ આગળ વધારવી પડશે, તેમની નવી સુવિધાઓ આપવી પડશેઃ પીએમ મોદી
8:26 AM
Aug 15, 2021
ગામડાઓમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એકથી બઢકર એક પ્રોડક્ટ્સ બનાવે છે, તેમના પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઈ-કોર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે- પીએમ મોદી
8:25 AM
Aug 15, 2021
આજે આપણે આપણા ગામડાઓમાં તેજીથી પરિવર્તન થતું જોઈ રહ્યા છીએ, ગત કેટલાક વર્ષ ગામડા સુધી રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પહોંચાડ્યા, હવે ગામનો ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચાડી રહ્યા છીએ, ઈન્ટરનેટ પહોંચાડી રહ્યા છીએ- પીએમ મોદી
8:16 AM
Aug 15, 2021
દેશના જે જિલ્લાઓ માટે માનવામાં આવ્યું હતું કે આ પાછળ રહી ગયા છે, અમે તેમની આકાંક્ષાઓને જગાડી છે, દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, રસ્તા, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તેમાંથી અનેક જિલ્લા આદિવાસી અંચલમાં છેઃ પીએમ મોદી
8:15 AM
Aug 15, 2021
લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓ અંતર્ગત આગળ વધી ચૂક્યું છે, એક તરફ લદ્દાખ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેંટ્રલ યૂનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર પણ બનાવવા જઈ રહી છેઃ પીએમ મોદી
8:14 AM
Aug 15, 2021
બધાના સામર્થ્યને યોગ્ય અવસર આપવા જ લોકતંત્રની અસલી ભાવના છે, જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાં ડી લિમિટેશન કમિશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છેઃ પીએમ મોદી
8:13 AM
Aug 15, 2021
આપણા પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ સહિત આખા હિમાલયનો ક્ષેત્ર હોય, આપણી કોસ્ટલ બેલ્ટ અથવા તો આદિવાસી અંચલ હોય, આ ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશેઃ પીએમ મોદી
8:12 AM
Aug 15, 2021
21મી સદીમાં ભારતે નવી ઉંચાઈઓ પર પહોંચવા માટે ભારતના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ, પૂરો ઉપયોગ જરૂરી છે, આના માટે જે વર્ગ પાછળ છે, જે ક્ષેત્ર પાછળ છે, તેની આપણી હૈંડ-હોલ્ડિંગ કરવાની જ છેઃ પીએમ મોદી
8:11 AM
Aug 15, 2021
સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓ અંતર્ગત જે ચોખા ગરીબોને આપે છે, તે ફોર્ટિફાઈ કરશે, ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે, રાશનની દુકાન પર મળતા ચોખા હોય, મિડ ડે મીલમાં મળતા ચોખા હોય, વર્ષ 2024 સુધી દરેક યોજનાના માધ્યમથી મળતા ચોખા ફોર્ટિફાઈ કરી દેવામાં આવશેઃ પીએમ મોદી
8:10 AM
Aug 15, 2021
હવે આપણે સૈચુરેશન તરફ જવાનું છે, સો ટકા ગામોમાં રસ્તાઓ હોય, સો ટકા પરિવારો પાસે બેંક અકાઉન્ટ હોય, સો ટકા લાભાર્થીઓ પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હોય, સો ટકા પાત્ર વ્યક્તિઓ પાસે ઉજ્જવલા યોજનાનું ગેસ કનેક્શન હોયઃ પીએમ મોદી
8:08 AM
Aug 15, 2021
ભારતના પહેલા વડાપ્રધાન નેહરૂજી હોય, દેશને એકજુટ રાષ્ટ્રમાં બદલનાર સરકાર પટેલ હોય અથવા ભારતના ભવિષ્યનો રસ્તો દેખાડનાર બાબાસાહેબ આંબેડકર હોય, દેશ આવા દરેક વ્યક્તિને યાદ કરી રહ્યો છે, દેશ આ બધાનો ઋણી છેઃ પીએમ
8:07 AM
Aug 15, 2021
સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ આપણા બધા લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબ મહત્વપૂર્ણ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
8:06 AM
Aug 15, 2021
દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય એવો આવે છે જ્યારે તેઓ રાષ્ટ્ર ખુદને એક નવેસરથી પરિભાષિત કરે છે, જ્યારે તે નવા સંકલ્પો સાથે ખુદને આગળ વધારે છે, ભારતની વિકાસ યાત્રામાં આજે આ સમય આવી ગયો છેઃ પીએમ મોદી
8:06 AM
Aug 15, 2021
આપણે ગર્વથી કહી શકીએ કે આજે ભારતમાં સૌથી મોટું કોવિડ રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, અત્યાર સુધીમાં 54 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છેઃ પીએમ મોદી
READ MORE

loader
X