For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જે રીતે અમ્ફાન વાવાઝોડાએ વિનાશ કર્યો છે ત્યારબાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને રાજ્યોનુ હવાઈ નિરીક્ષણ કરશે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જે રીતે અમ્ફાન વાવાઝોડાએ વિનાશ કર્યો છે ત્યારબાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને રાજ્યોનુ હવાઈ નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા બંને રાજ્યોમાં જશે, અહીં અમ્ફાન વાવાઝોડાના કારણે થયેલ નુકશાનનો હવાઈ સર્વે કરશે ત્યારબાદ તે ઘણી સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે અમ્ફાન વાવાઝોડાની દસ્તક પહેલા પણ પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી અને આનાથી નિપટવા માટે તૈયારીઓની પણ સમીક્ષા કરી હતા. સાથે જ બંને રાજ્યોની સરકાર સાથે વાત કરીને દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો હતો.

pm modi

તમને જણાવી દઈએ કે અમ્ફાન વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં 76 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે આ ગયા 283 વર્ષોમાં આવેલુ સૌથી ભયાનક વિનાશ કરનારુ વાવાઝોડુ છે જેણે કોલકત્તામાં એટલો વિનાશ કર્યો, હજારો ઘર તૂટી ગયા, વૃક્ષો જડમાંથી ઉખડી ગયા અને વિજળીના થાંભલા પડી ગયા. માનવામાં આવી રહ્યુ છે કે આજે પ્રધાનમંત્રી મોદી બંગાળની મુલાકાત લીધા બાદ 1 લાખ કરોડ રૂપિયાના પેકેજનુ એલાન કરી શકે છે. મમતા બેનર્જીએ આ તોફાનને માત્ર બંગાળ નહિ પરંતુ આખા દેશનુ સૌથી ભયાનક વાવાઝોડુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે રાજ્યની સરકારે રાહત અને બચાવ કાર્ય માટે 1000 કરોડ રૂપિયા અલગથી ફંડ તૈયાર કર્યુ છે.

ગુરુવારે મમતા બેનર્જીએ કહ્યુ કે મે આવી કુદરતી આફત પહેલા ક્યારેય નહોતી જોઈ. હું પ્રધાનમંત્રીને રાજ્યની મુલાકાત લઈ અને સ્થિતિની સમીક્ષા કરવા માટે અનુરોધ કરુ છે. બેનર્જીએ તોફાનનૈા કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને મૃતકોના પરિવારનો 2-2 લાખ રૂપિયાના વળતરનુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે આ પહેલા મમતા બેનર્જીએ કહ્યુ છે કે આવુ વાવાઝોડુ 283 વર્ષ પહેલા 1737માં આવ્યુ હતુ. બેનર્જીએ કહ્યુ કે વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારો નષ્ટ થઈ ગયા છે. સંચાર અટકી ગયો છે. વાવાઝોડાના કારણે દક્ષિણ અને ઉત્તર પરગણા લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે.

કોલકત્તામાં પણ ભારે નુકશાન થયુ છે. તેમણે કહ્યુ કે પ્રશાસન એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમે કહ્યુ કે વાવાઝોડામાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ચિત્રકૂટના પ્રવાસે ગયા હતા. તેમણે 29 ફેબ્રુઆરીના રોજ બંને સ્થળોની મુલાકાત લીધી હતી ત્યારબાદ 83 દિવસ બાદ કોઈ પ્રવાસે જઈ રહ્યા છે.

NASAના વૈજ્ઞાનિકોને 'સમાંતર બ્રહ્માંડ'ના સબૂત મળ્યા, અહીં ઉંધો ચાલે છે સમયNASAના વૈજ્ઞાનિકોને 'સમાંતર બ્રહ્માંડ'ના સબૂત મળ્યા, અહીં ઉંધો ચાલે છે સમય

English summary
76 people died in West Bengal due to Amphan cyclone, PM Modi to conduct aerial survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X