For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાતમું પગાર પંચ: આ 11 લાખ કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, પગારમાં થયો વધારો

સાતમાં પગાર પંચની ભલામણોથી વધુ પગાર વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ ભલે સારા સમાચાર મળવા માટે લાગી રહી હોય, પરંતુ રાજસ્થાન સરકારે તેમના રાજ્યના કર્મચારીઓ માટે ભેટ ઝંડો લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સાતમાં પગાર પંચની ભલામણોથી વધુ પગાર વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ ભલે સારા સમાચાર મળવા માટે લાગી રહી હોય, પરંતુ રાજસ્થાન સરકારે તેમના રાજ્યના કર્મચારીઓ માટે ભેટ ઝંડો લગાવી દીધો છે. ચૂંટણીના મુખમાં ઊભી રહેલી રાજસ્થાન સરકાર, તેના રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારી તેમને ભેટ આપી છે. રાજસ્થાન સરકારે સોમવારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થુ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો 1 જુલાઈ 2018 થી લાગુ થશે. આ વધારાથી લગભગ 11 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

11 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર

11 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર

રાજસ્થાન સરકારે પોતાના 8 લાખ સરકારી કર્મચારીઓ અને 3.5 લાખ પેન્શનરોને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારો કર્યો છે. આ વધારો કર્યા પછી હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 7 ટકાથી વધીને 9 ટકા થશે. આ વધારા પછી સરકારી ખજાના પર લગભગ 547 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, પરંતુ ચૂંટણીને જોતા સરકારે કર્મચારીઓને ખુશ રાખવાના પ્રયાસ કર્યો છે. અગાઉ, રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને ઘટાડીને લોકોને રાહત આપી હતી અને હવે પગારમાં વધારોનો લાભ આપ્યો છે.

વધ્યું મોંઘવારી ભથ્થું

વધ્યું મોંઘવારી ભથ્થું

સાતમા પગાર પંચની ભલામણો અનુરૂપ રાજસ્થાન સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનરોના મોંઘવારી રાહત દરને 7 ટકા થી વધારીને 9 ટકા કર્યો છે. આ વધારાનો લાભ કર્મચારીઓ ઉપરાંત કાર્ય પ્રભારીત કર્મચારીઓ, પંચાયત સમિતિ, જિલ્લા પરિષદ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. આ વધારાથી રાજ્ય સરકાર પર 547 કરોડ રૂપિયાનો વધારાનો બોજ વધશે.

મધ્યપ્રદેશ અને યુપી સરકારએ કર્મચારીઓને આપી ભેટ

મધ્યપ્રદેશ અને યુપી સરકારએ કર્મચારીઓને આપી ભેટ

તમને જણાવી દઈએ કે આ પહેલાં મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં સેવન્થ પે કમિશનની ભલામણો લાગુ કરીને એક મોટી ભેટ આપી હતી. મધ્યપ્રદેશ સરકારે સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કર્યો. આ વધારો 1 જાન્યુઆરી 2016 થી અમલમાં આવ્યો છે, અને સરકારે કર્મચારીઓને 32 મહિનાનું એરિયર આપવાનું નક્કી કર્યું છે. કર્મચારીઓના પગાર અને એરિયરની રકમ તેમના જી.પી.એફ. એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. શિક્ષક દિનના દિવસે, ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યના શિક્ષકો અને અધ્યાપકોને એક મોટી ભેટ આપી અને તેમના માટે સાતમાં પગાર પંચના અમલીકરણને મંજૂરી આપી. યુપી સરકારનો આ નિર્ણયથી શિક્ષકોના પગારમાં રૂ. 15,000 થી વધીને રૂ. 35000 થશે.

English summary
The Rajasthan government on Monday announced a 2 percent hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X