For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 20,000 કરોડ રૂપિયાની પૂંજી નિવેશ સાથે મુદ્રા બેંકની શરૂઆત કરી. જેનો ઉદ્દેશ લધુ ઉદ્યોગોને સરળ દરે વ્યાજે આપવાનો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

મોદીએ આપી ખેડૂતોને ભેટ. 50 ટકા જ નહીં, 33 ટકા પાક પણ નિષ્ફળ ગયો હશે તો સરકાર આપશે વળતર. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુદ્રા બેંકના ઉદ્ધાટન વખતે આ વાત કરી હતી.

ચંદનની ચોરી

ચંદનની ચોરી

આંધ્રપ્રદેશ પોલિસે ગેરકાનૂની રીતે લાલ ચંદનની ચોરી કરી રહેલા 20 દાણચોરોને મારી નાખ્યાં. પોલિસના કહેવા મુજબ 100 જેવા લોકો જ્યારે જંગલમાં દાણચોરી કરી રહ્યા હતા ત્યારે પોલિસે અટેક કરતા દાણચોરો ઓપન ફાયર શરૂ કર્યું. જો કે આ માસ કિંલિંગ બાદ તમિલનાડુમાં ભારે આક્રોશ વાપ્યો છે કારણકે આ ધટનામાં મરનારા દાણચોરો મૂળ તમિલનાડુના આદિવાસીઓ હતા.

તેલંગાના

તેલંગાના

પોલિસ દ્વારા તેલંગાનામાં પાંચ ઇસ્લામી ખૂખાંર અપરાધીઓને એન્કાઉન્ટમાં માર્યા બાદ.વારંગલ જિલ્લાની જનગામ સરકારી હોસ્પિટલમાં આ પાંચ આરોપીઓની શબ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યું.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તામાં જમીન સંપાદન બિલના વિરોધમાં બિમાન બસુ અને અન્ય વામ મોર્ચાના સમર્થકો રેલી નીકાળી.

તેલંગાના

તેલંગાના

નલગોંડામાં જે જગ્યાએ પાંચ ઇસ્લામી ખૂખાર આઇએસઆઇ આરોપીઓનું એનકાઉન્ટર કરવામાં આવ્યું તે જગ્યાએ મંગળવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

સાંગલી

સાંગલી

એનસીપી સાંસદ સુપ્રિયા સુલે મંગળવારે સાંગલીમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે ઢળી પડી. સુપ્રિયાને ચક્કર આવતા તે પડી ગઇ ત્યારે એક કાર્યકર્તા તેને પાણી પીવડાવી રહી છે.

મુંબઇ

મુંબઇ

જૂના સમયની જાણીતી અભિનેત્રી સાધના મંગળવારે પોલિસ જોઇન્ટ કમિશ્નર (ક્રાઇમ) અતુલ કુલકર્ણીને મળી. સાધનાને પાછલા કેટલાક સમયથી એક બિલ્ડર દ્વારા કથિત રીતે પરેશાન કરવામાં આવી રહી છે. જે મામલે સાધનાએ પોલિસ કમિશ્નર મળી.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

મંગળવારે,પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં બાંગ્લાદેશ બોર્ડર તરફથી કથિત ગોળીબાર થયો. ત્યારે આ ધટનામાં ઇજાગ્રસ્ત થયેલો એક ગ્રામીણને સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

મુંબઇ

મુંબઇ

પાછલા બે દિવસથી મુંબઇમાં ઓટો રિક્ષાવાળા સ્ટ્રાઇક પર ઉતર્યા છે. ભાડા વધારવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો તેમની રીક્ષા લઇને બ્રાન્દ્રા કલેક્ટર ઓફિસ પોહચ્યાં. જ્યાં તેમણે રસ્તો રોકી પોતાનો વિરોધ દર્શાવ્યો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મંગળવારે, પ્રિન્સ કરીમ આગા ખાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. નોંધનીય છે કે ત્યારબાદ તેમણે દિલ્હીમાં,હુમાયુ મકબરા પર કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્ય મંત્રી મહેશ શર્મા સાથે એક સંગ્રહાલયનો પણ શિલાન્યાસ કર્યો.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજે માર્યા ઠૂમકા.દિલ્હી ડેરડેવિલના ખેલાડી યુવરાજ સિંહ ચેન્નઇમાં ટીમના પ્રોમેશનલ ઇવેન્ટ માટે કરી રહ્યા છે ડાન્સની પ્રેક્ટિસ.

નવી દિલ્હી

નવી દિલ્હી

મંગળવારે, દિલ્હીમાં પદ્મ વિભૂષણ પંડિત જશરાજ, સંગીતકાર એ.આર.રહેમાન, ઉત્તમ સિંહ, ગાયક કૈલાસ ખેરે મળીને એપિક ફિલ્મ "નાનક શાહ ફકીર"નું સંગીત લોન્સ કર્યું.

ઉત્તરપ્રદેશમાં 17 ખેડૂતો કરી આત્મહત્યા.

ઉત્તરપ્રદેશમાં 17 ખેડૂતો કરી આત્મહત્યા.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા નિરાશ થયેલા ખેડૂતોએ ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કરી આત્મહત્યા. નોંધનીય છે કે આ મામલે સરકારે હજી આશ્વાસન જ આપ્યું છે. જો જલ્દી જ ખેડૂતોને વળતર અંગે પગલા ભરવામાં નહીં આવે તો આ આંકડા વધતા રહેશે તેમાં કોઇ શંકા નથી.

English summary
8 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X