For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં રેપ પિડીતા પર ટૂ ફિંગર ટેસ્ટ પર આપનો યૂ-ટર્ન

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હીમાં રેપ પિડીતા પર ટૂ ફિંગર ટેસ્ટ પર આપનો યૂ-ટર્ન

દિલ્હીમાં રેપ પિડીતા પર ટૂ ફિંગર ટેસ્ટ પર આપનો યૂ-ટર્ન

સુપ્રિમ કોર્ટે બળાત્કાર બાદ ડોક્ટરો દ્વારા તપાસ દ્વારા કરવામાં આવતા ટૂ ફિંગર ટેસ્ટ પર દેશભરમાં પ્રતિબંધ મૂક્યો છે પણ દિલ્હીમાં જાહેર કરવામાં આવેલ નવા કાયદા મુજબ રેપ પિડિતોની મર્જીથી અમુક જરૂરી કેસેમાં ટૂ ફિંગર ટેસ્ટ કરવામાં આવશે. સોમવારે આ કાયદાને જાહેર કર્યા બાદ વિરોધ થતા આપ ઊંધતી ઝડપાઇ. છેવટે તાબડતોડ આપે આ નિયમ પર યૂ-ટર્ન લેતા તેના પર પાછી રોક લગાવી.

મોદી ભારત પરત ફર્યા, પાકને કહ્યું સુધરી જાવ

મોદી ભારત પરત ફર્યા, પાકને કહ્યું સુધરી જાવ

ગઇ કાલે મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા. બાંગ્લાદેશમાં ભારત અને બાંગ્લાદેશના સંયુક્ત ધોષણાપત્ર દ્વારા મોદીએ પાક. પર નિશાનો સાંધતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર આતંકી ધટનાઓને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે ભૂલવું ના જોઇએ કે એક સમયે તેના 90 હજાર સૈનિકો અમારા કબ્જામાં હતા. વધુમાં તેણે શેખ હસીનાની આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નિતિની પણ સરાહના કરી.

ભાજપે આપની નેતા પર લગાડ્યો ભષ્ટ્રાચારનો આરોપ

ભાજપે આપની નેતા પર લગાડ્યો ભષ્ટ્રાચારનો આરોપ

આમ આદમી પાર્ટીની નેતા અને દિલ્હીના મંગોલપુરીની વિધાયક રાખી બિડલાન પર ભાજપે ભષ્ટ્રાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે આરટીઆઇના હવાલે દાવો કર્યો છે કે મંગોલપુરીમાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા લગાવા મામલે રાખીએ ભષ્ટ્રાચાર કર્યો છે.

આજથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ

આજથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ

આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાની શરૂવાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરેલા કાર્યક્રમ મુજબ પહેલું જૂથ 12 જૂને નૈનીતાલ પહોંચશે. વધુમાં આ યાત્રા 9 સ્પટેમ્બર સુધી ચાલુ રહેશે.

વોટ ના બદલે નોટ મામલા પર ચંદ્રાબાબુનો ઓડિયો ટેપ

વોટ ના બદલે નોટ મામલા પર ચંદ્રાબાબુનો ઓડિયો ટેપ

આંધ્ર પ્રદેશમાં વોટના બદલે નોટ મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી તેવા ચંદ્રબાબુ નાયડૂનું નામ બહાર આવ્યું છે. તેમનો એક ઓડિયો ટેપ બહાર આવતા આ મામલે નવો વળાંક આવ્યો છે. કેટલીક સ્થાનિક ચેનલોએ આ વિડિયો જાહેર કર્યો છે. જોકે સરકારે આ ઓડિયો ટેપ અને ચંદ્રબાબુ પર લાગેલા તમામ આરોપોને પોકળ કહી રહી છે.

IIT મદ્રાસએ વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ ઉઠાવ્યો

IIT મદ્રાસએ વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ ઉઠાવ્યો

છેવટે IIT મદ્રાસે આંબેડકર પેરિયાર સ્ટડી સર્કલ નામના વિદ્યાર્થી સંગઠન પર લગાવેલા પ્રતિંબંધને ઉઠાવી લીધો છે. આ સંગઠન અને મેનેજમેન્ટ વચ્ચે વાતચીત થયા બાદ આ વિરોધ ઉઠાવવામાં આવ્યો છે.

AIPMT પેપર લીક મામલે, સુપ્રિમ કોર્ટનો ફેસલો

AIPMT પેપર લીક મામલે, સુપ્રિમ કોર્ટનો ફેસલો

સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટના રિઝલ્ટ પર લાગેલી રોકને વધારી દીધી છે. કોર્ટે 12 જૂન સુધી આ રિઝલ્ટને જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે આ પરીક્ષાના પેપર લિંક થતા સુપ્રિમ કોર્ટે આ નિર્ણય લીધો છે.

કેજરીવાલની નાખુશ પંજાબ કાર્યકર્તાઓએ નવી પાર્ટી કરી

કેજરીવાલની નાખુશ પંજાબ કાર્યકર્તાઓએ નવી પાર્ટી કરી

આમ આદમી પાર્ટીને હવે એક નવો ઝટકો લાગ્યો છે. પંજાબના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની એક અલગ પાર્ટી બનાવી છે જેનું નામ તેમણે આમ આદમી પાર્ટી પંજાબ રાખ્યું છે. આ પાર્ટીના નવા નેતા ગુરમેલ સિંહે કહ્યું કે તે કેજરીવાલની કાર્યપ્રણાલી અને કાર્યકર્તાઓને અપાતા માન-સન્માનથી નાખુશ છે જેના કારણે તેમણે આ નવી પાર્ટી ખોલી છે.

અમરિંદર સિંહ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા

અમરિંદર સિંહ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા

પંજાબ ક્રોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક વિવાદ બાદ અમૃતસરના સાંસદ કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને તેના દિલ્હીના આવાસ સ્થાન 10 જનપથ પર મળવા પહોંચ્યા.

ગુરજીત સિંહે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માટે આમ કર્યું

ગુરજીત સિંહે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માટે આમ કર્યું

પટિયાલા ગુરજીત સિંહે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા માટે સાઇકલ પર 16,000 કિલો મીટરની યાત્રા કરી ભારતના 29 રાજ્યોનો સફર કર્યો. સાથે જ તેમણે બેટી બચાવ બેટી પડાવોનો સંદેશો પણ તેમની આ યાત્રા દરમિયાન લોકોમાં ફેલાવ્યો.

ગોલ્ડન ટેમ્પલમાં થઇ મારા મારી

ગોલ્ડન ટેમ્પલમાં થઇ મારા મારી

શનિવારે, શીખ યુવાનો વચ્ચે અમૃતસરના સુવર્ણ મંદિરમાં તલવારો સાથે હિંસક અથડામણ થઇ. જેના પગલે રવિવારે પોલિસે આ યુવાનોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નદીના પટમાં રેત નીકાળતા રેત માફિયા

નદીના પટમાં રેત નીકાળતા રેત માફિયા

આસામમાં દુધનાઇ નદીના પટમાંથી રેતી નીકાળી રહેલા રેત માફિયા.

જમ્મુમાં શહીદ સત પાલને અપાઇ શ્રદ્ધાજંલિ

જમ્મુમાં શહીદ સત પાલને અપાઇ શ્રદ્ધાજંલિ

મણિપુરમાં થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહિદ સત પાલ ભાસીનનું મૃત શરીર તમેના માદરે વતન જમ્મુમાં લાવવામાં આવ્યું. જ્યાં જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ચીફ નિર્મલ સિંહે તેમને પુષ્પાજંલિ અર્પી.

ફરિદાબાદમાં શહિદ રામ પ્રસાદને અપાઇ શ્રદ્ધાજંલિ

ફરિદાબાદમાં શહિદ રામ પ્રસાદને અપાઇ શ્રદ્ધાજંલિ

રવિવારે, મણિપુરમાં આંતકી હુમલામાં માર્યા ગયેલ શહિદ રામ પ્રસાદના મૃતદેહને ફરિદાબાદમાં પૂરા સન્માન સાથે લાવવામાં આવ્યો.

હથિયારો મૂકી સૈનિકો કર્યું વિરોધ પ્રદર્શન

હથિયારો મૂકી સૈનિકો કર્યું વિરોધ પ્રદર્શન

રવિવારે, આસામના ડિમા હાસાઓમાં સ્પેશ્યલ પોલિસ ઓફિસરોએ પોતાના હથિયારો નીચે મૂકી તેમની નોકરીને નિયમિત કરવાની માંગ કરી.

યોગ દિવસની તડામાર તૈયારીઓ

યોગ દિવસની તડામાર તૈયારીઓ

નવી દિલ્હીમાં 21મી જૂને આંતરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી થવાની છે. જેનું ઉદ્ધાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ત્યારે આ કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે ઇન્ડિયા ગેટ પર અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં ટીપે ટીપે કેન ભરાય

દિલ્હીમાં ટીપે ટીપે કેન ભરાય

રવિવારે, એક બાળક ટેન્કર દ્વારા મળી રહેલ પાણીને એક કેનમાં ભરી રહ્યો છે.

બાના માથેથી છાપરું ગયું

બાના માથેથી છાપરું ગયું

ભોપાલમાં BMCના કાર્યકર્તાઓ એક વયોવુદ્ધ મહિલાને તેના ઘરની બહાર લઇ જઇ રહ્યા છે. આ મહિલાનું ઘર ભોપાલમાં બની રહેલ સમાંતર બ્રીજની વચ્ચે આવે છે. માટે તેના ઘરને તોડવામાં આવી રહ્યું છે.

આ સૈન્ય ટૂકડી નથી, ફૂટબોલ ટીમની પ્રેકટિસ છે

આ સૈન્ય ટૂકડી નથી, ફૂટબોલ ટીમની પ્રેકટિસ છે

આ લોકોને જોઇને તેમને સૈનિક સમજવાની ભૂલ ના કરી લેતા. ખરેખરમાં આ લોકો ભારતીય રાષ્ટ્રિય ફૂટબોલ ટીમના ખેલાડીઓ છે. જે ટીમ બિલ્ડીંગ માટે બેંગ્લોરના આર્મી કેમ્પસમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ભાઇ, ગમે તે થાય તું મને પાડતો નહીં!

ભાઇ, ગમે તે થાય તું મને પાડતો નહીં!

રવિવારે, ભારતીય સેનાના ASC કેમ્પ ખાતે ભારતની રાષ્ટ્રિય ફૂટબોલ ટીમના ખેલાડીઓએ ટીમ બિલ્ડીંગ માટે ખાસ કસરત કરી. જેમાં પોતાના સાથીની સાથે સુનિલ ચૈત્રી જઇ રહ્યા છે.

રાષ્ટ્રપતિએ અમિતાભ જોડે જોઇ ફિલ્મ પીંકુ

રાષ્ટ્રપતિએ અમિતાભ જોડે જોઇ ફિલ્મ પીંકુ

રવિવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન અને ડાયરેક્ટર સૂજીત સરકાર સાથે પિંકૂના સ્પેશ્યલ સ્ક્રિનિંગને માણી.

English summary
8 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X