For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ જાહેર કર્યું એ ઇબોલા વાઇરસના 8 લક્ષણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓગસ્ટ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડોક્ટર માર્ગારેટ ચાને શુક્રવારે ઇબોલા વાઇરસને ઇન્ટરન્શનલ પબ્લિક હેલ્થ ઇમર્જન્સી (વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ) તરીકે જાહેર કર્યો છે. નોંધનીય છે કે પશ્ચિમ આફ્રિકામાં ફાટી નીકળેલી આ ભયંકર મહામારીએ 1,000થી વધારે લોકોનો ભોગ લઇ લીધો છે. ડબલ્યુએચઓના કહેવા અનુસાર આ ચેપી મહામારીને રોકવા માટે એક જ અક્સીર ઉપાય છે કે તેનો ચેપ લાગતા અટકાવવો જોઇએ.

નોંધનીય છે કે ઇબોલા વાઇરસનો સૌપ્રથમ કિસ્સો વર્ષ 1976માં કોંગોમાં નોંધાયો હતો. ત્યાર બાદ સમયાંતરે વિવિધ દેશોમાં તે જોવા મળતો રહ્યો છે. જો કે આ વર્ષે ઇબોલા મહામારીમાં એક સાથે પાંચ દેશો સપડાયા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1800 કેસ નોંધાયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 1,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

ઇબોલા વાઇરસને પગલે ભારતે તેના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઇથોપિયા, કેન્ટા, અમિરાત્સ જેવી એરલાઇન્સમાં પશ્ચિમ આફ્રિકાના દેશોમાંથી આવતા મુસાફરોની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇબોલા મહામારી ત્રાટકી છે એવા લાઇબિરિયામાંથી 50થી 60 લોકો ભારત આવ્યા છે. જેના કારણે ભારતમાં પણ ઇબોલા મહામારી ફેલાય તેવો ભય છે.

ઇબોલ વાયરસ શું છે?

ઇબોલ વાયરસ શું છે?


  • ઇબોલ વાયરસ છે અને તેનાથી ઇબોલા બિમારી (ઈવીડી) કે ઇબોલા રક્તસ્ત્રાવ (ઈએચએફ)થાય છે.
  • વાયરસના સંપર્કમાં આવ્યાના બે દિવસ બાદ તેના લક્ષણો જાહેર થાય છે.
  • ઇબોલા માટે કોઈ રસી નથી, તેના માટે કોઈ દવા શોધાઈ નથી.
  • વાઇરસના ચેપથી ઓછામાં ઓછા 60 ટકા લોકો મૃત્યુ પામે છે.
  • ઇલોબ ફેલાવવાનું કારણ અને ઇલાજ

    ઇલોબ ફેલાવવાનું કારણ અને ઇલાજ


    • આ વાયરસ વાંદરા, ચામાચીડિયું અથવા શિયાળ અને સુઅરના લોહી કે શરીરના તરલ પદાર્થોથી ફેલાય છે.
    • આ બિમારી માટે કોઈ જ નિદાન શોધાયું નથી.
    • આ રોગના દર્દીઓને ઓરલ રિહાઇડ્રેશન થેરપી આપવામાં આવે છે.
    • ઇબોલાના દર્દીઓને મીઠા અને ખારું પાણી ઉપરાંત પ્રવાહી પદાર્થો જ આપવામાં આવે છે.
    • આ છે ઇબોલા વાઇરસના લક્ષણો

      આ છે ઇબોલા વાઇરસના લક્ષણો


      અચાનક ભારે તાવ ચડે
      શરીરમાં સતત નબળાઇ લાગે
      નસો તૂટતી લાગે
      માથામાં અસહ્ય દુઃખાવો થાય
      ગળામાં ભારે દર્દ અનુભવાય
      ઉલ્‍ટીઓ શરૂ થાય
      બ્‍લિડીંગ થાય
      અચાનક કીડની કે લીવર ફેઇલ થવું

      કયા દેશોમાં ઇબોલા ફેલાયો છે?

      કયા દેશોમાં ઇબોલા ફેલાયો છે?


      • ગિનિ
      • લાઇબેરિયા
      • સિયરા લિયોન
      • નાઇજીરિયા
      • કયા દેશોમાં ઇબોલા ફેલાયાની શંકા?

        કયા દેશોમાં ઇબોલા ફેલાયાની શંકા?


        • બેનિન
        • સાઉદી અરેબિયા
        • સ્પેન
        • યુનાઇટેડ સ્ટેટ્સ
        • કેનેડા
        • કયા દેશોમાં ફેલાવાની શક્યતા

          કયા દેશોમાં ફેલાવાની શક્યતા


          પશ્ચિમ આફ્રિકાના રાજ્યોના આર્થિક સમુદાય
          યુરોપીય સંઘ
          હોંગકોંગ
          ભારત
          મોરક્કો
          ફિલિપાઇન્સ
          સેનેગલ
          યુનાઇટેડ કિંગડમ

English summary
Symptoms of EBOLA virus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X