દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્ત

એક વરિષ્ઠ પોલિસ અધિકારીનુ કહેવુ છે કે પોલિસને હિંસા બાદ ઘટના સ્થળેથી 350 કારતૂસ મળ્યા છે

દિલ્લી હિંસા દરમિયાન અત્યાર સુધી કુલ 38 લોકોના માર્યા જવાના સમાચાર છે જ્યારે લગભગ 200 લોકો ઘાયલ થયા છે જેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ત્રણ દિવસો સુદી દિલ્લીમાં થયેલી હિંસામાં 82 લોકોને ગોળી વાગવાના સમાચાર છે. જેમાંથી જે લોકોને ગોળી વાગી છે તેમાંથી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાં હેડ કૉન્સ્ટેબલ રતન લાલ પણ શામેલ છે. તેમની સોમવારે સવારે ગોળી વાગવાથી મોત થઈ ગયુ હતુ. દિલ્લી હિંસા પર અત્યાર સુધી પોલિસે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે અનુસાર કુલ 250 લોકો હિંસાથી પ્રભાવિત થયા છે જેમાંથી મૃતક તેમજ ઘાયલ શામેલ છે. પોલિસના રિપોર્ટ બાદ મોટો સવાલ ઉઠે છે કે હુલ્લડખોરો પાસે બંદૂક ક્યાંથી આવી.

350 કારતૂસ મળ્યા

350 કારતૂસ મળ્યા

જે 38 લોકોના અત્યાર સુધી દિલ્લી હિંસામાં મોત થયા છે તેમાંથી 29 લોકોની ઓળખ થઈ શકી છે. દિલ્લી હિંસામાં એક વ્યક્તિને સળગાવીને મારી નાખવામાં આવ્યો હતો. જ્યારે અમુક લોકો પર એસિડ, ચાકૂથી હુમલા કરવામાં આવ્યા. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર એક વરિષ્ઠ પોલિસ અધિકારીનુ કહેવુ છે કે પોલિસને હિંસા બાદ ઘટના સ્થળેથી 350 કારતૂસ મળ્યા છે. તપાસ દરમિયાન અમે જોયુ કે .32 એમએમ, .9 એમએમ, .315 એમએમના કારતૂસ છે. જ્યારે અમુક કારતૂસ રમકડાવાળી બંદૂકની પણ છે. પ્રારંભિક તપાસથી માલુમ પડ્યુ છે કે નાના ગુનેગારોએ દેસી કટ્ટા અને બુલેટ્સ ભેગા કરીને રાખ્યા હતા અને આ લોકોએ બેરોજગાર યુવકો, મજૂરોને આ હથિયાર આપ્યા હતા અને હિંસામાં શામેલ થવા માટે ભડકાવ્યા હતા.

ઘણા પુરાવા મળ્યા

ઘણા પુરાવા મળ્યા

દિલ્લી હિંસાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યુ કે પોલિસને ઘણા ટેકનિકલ પુરાવા મળ્યા છે જેનાથી સાબિત થાય છે કે સ્થાનિક ગુનેગાર કે જેમની પહેલા પણ ચોરી, ચેન સ્નેચિંગ, ખિસ્સા કાપવા વગેરે કેસોમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે, આ લોકોએ હિંસા કરનારાઓને હથિયાર પૂરા પાડ્યા હતા. હિંસા બાદ પોલિસે રેડ પાડવાનુ શરૂ કર્યુ. પોલિસ આ લોકોના ઘરો અને અન્ય સ્થળોએ રેડ પાડી રહી છે. આમાંથી ઘણા ગુનેગાર ફરાર છે.

48 એફઆઈઆર નોંધાઈ

48 એફઆઈઆર નોંધાઈ

ગુરુવારે સાંજે ગૃહમંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 36 કલાકમાં નૉર્થ ઈસ્ટ જિલ્લામાં હિંસા પ્રભાવિત કોઈ પણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં કોઈ મોટી ઘટના સામે આવી નથી. શુક્રવારે સ્થિતિને જોતા સેક્શન 144થી લોકોને રાહત આપવામાં આવી શકે છે. હજુ સુધી દિલ્લી હિંસામાં કુલ 48 એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાંથી હુલ્લડ ભડકાવવા, જાનથી મારવા, સંપત્તિને નુકશાન વગેરે કેસો શામેલ છે. આવનારા સમયમાં વધુ એફઆઈઆફ નોંધવામાં આવશે. પોલિસે 514 શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. તપાસ દરમિયાન આગળ વધુ ધરપકડ કરવામાં આવી શકે છે.

એસઆઈટીની રચના

એસઆઈટીની રચના

તમને જણાવી દઈએ કે હિંસાની તપાસ માટે દિલ્લી પોલિસ ગુના શાખા હેઠળ એક વિશેષ તપાસ દળ(એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. બધી એફઆઈઆરને એસઆઈટીને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તપાસ માટે 2 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમને ડીસીપી રાજેશ દેવ લીડ કરશે. વળી, એક ટીમને જૉય ટર્કી લીડ કરશે. બંને ટીમો ચાર-ચાર એસીપી હશે. એસીપી ક્રાઈમ બીકે સિંહની આગેવાનીમાં આ એસઆઈટી કામ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X