88th Air Force Day: વાયુસેના દિવસ પર રાષ્ટ્રપતિ, PM મોદી સહિત આ નેતાઓએ આપી શુભેચ્છા
નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના આજે પોતાનો 88મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના આજે (8 ઓક્ટોબર) પોતાની શક્તિનુ પ્રદર્શન કરશે. આ વર્ષે પહેલી વાર એરફોર્સ ડે પર રાફેલને પણ શામેલ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, 'વાયુસેના દિવસ પર આપણે ગર્વથી આપણા વાયુ યોદ્ધાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુસેનાના પરિવારોનુ સમ્માન કરીએ છીએ. આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા તેમજ ઈમરજન્સી રાહતમાં નાગરિક અધિકારોની સહાયતા કરવામાં વાયુસેનાના યોગદાન માટે રાષ્ટ્ર હંમેશા ઋણી રહેશે.

સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનાર
વળી, પ્રધાનમંત્રી મોદીએ લખ્યુ, 'એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના બધા વીર યોદ્ધાઓને ખૂબ ખૂબ અભિનંદન. તમે માત્ર દેશના આકાશને સુરક્ષિત નથી રાખતા પરંતુ ઈમરજન્સી સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવો છો. મા ભારતીની રક્ષા માટે તમારા સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનાર છે.'
|
ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતાને વધારવા માટે પ્રતિબદ્ધ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને વાયુસેના દિવસની શુભકામનાઓ આપી. રાજનાથ સિંહે લખ્યુ, 'અમે આધુનિકીકરણ અને સ્વદેશીકરણ દ્વારા ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતાને વધારવા માટે પ્રતિબદ્ધ છે. મને વિશ્વાસ છે કે ભલે ગમે તે થઈ જાય ભારતીય વાયુસેના હંમેશા રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે.'
|
સાહસ અને દ્રઢ સંકલ્પ સાથે દેશની સેવા કરી
ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ, વાયુસેના દિવસની શુભકામનાઓ, આપણા આકાશની રક્ષા કરવાથી લઈને બધી બાધાઓમાં સહાયતા કરવા માટે, આપણા બહાદૂર વાયુસેનાના જવાનોના અત્યંત સાહસ અને દ્રઢ સંકલ્પ સાથે દેશની સેવા કરી છે. મોદી સરકાર આપણા પરાક્રમી વાયુ યોદ્ધાઓને આકાશમાં બુલંદ રાખવા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે.
|
વાયુસેનાની રચના
ભારતીય વાયુસેનાની રચના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. ભારતીય વાયુસેનાની સ્થાપના બ્રિટિશ સામ્રાજ્યની વાયુસેનાના એક એકમ તરીકે કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ પોતાનુ પહેલુ એરક્રાફ્ટ 1 એપ્રિલ, 1933ના રોજ ઉડાવ્યુ હતુ.
કોરોના સામે આજથી દેશભરમાં 'જન આંદોલન'ની શરૂઆત કરશે PM મોદી