For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી શેલ્ટર હોમથી 9 છોકરીઓ ગાયબ, હડકંપ મચ્યો

બિહારના મુઝફ્ફરનગર કેસ પછી દેશની રાજધાની દિલ્હીના શેલ્ટર હોમથી 9 છોકરીઓ ગાયબ થવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરનગર કેસ પછી દેશની રાજધાની દિલ્હીના શેલ્ટર હોમથી 9 છોકરીઓ ગાયબ થવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી હડકંપ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા પછી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દોષી ઓફિસરો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. મનીષ સિસોદિયાએ આખા મામલે બેદરકારી દાખવવા બદલ અધિકારીઓને હટાવવાનો પણ આદેશ આપ્યો છે.

Delhi shelter home

છોકરીઓ ગાયબ થવાનો આખો મામલો દિલ્હીના દિલશાહ ગાર્ડન વિસ્તારનો છે. મળતી ખબર અનુસાર 1 અને 2 ડિસેમ્બર વચ્ચે સંસ્કાર આશ્રમમાં પોલીસે છાપો માર્યો ત્યારે 9 છોકરીઓ ગાયબ હતી. શેલ્ટર હોમ અધિકારીઓનું કહેવું છે કે છોકરીઓ કઈ રીતે ગાયબ થઇ તેના વિશે તેમને કોઈ પણ જાણકારી નથી. સવારે જયારે ગણતરી કરવામાં આવી ત્યારે છોકરીઓ નહીં હોવાની તેમને જાણ થઇ. આ મામલો પોલીસમાં આખો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પતિ-પત્નીએ ફ્લેટમાં જ 5 કરોડ રૂપિયાની નકલી નોટો છાપી

ડીસીડબ્લ્યુ ચીફ સ્વાતિ માલિવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ છોકરીઓ માનવ તસ્કરી અને યૌનશોષણથી પીડિત છે. તેમાંથી કેટલાકને આ ગિરોહના ચંગુલમાંથી છોડાવવામાં આવી છે. તેમને જણાવ્યું કે આ પ્રકરણમાં માનવ તસ્કરી અથવા યૌનશોષણ માટે કિડનેપિંગ ટોળકી શામિલ હોવાની આશંકાને નકારી નહીં શકાય. તેમને કહ્યું કે ડેપ્યુટી સીએમને પત્ર લખીને આખા મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યૌનશોષણ માટે તેમનું કિડનેપ કરવામાં આવ્યું છે.

English summary
9 girls go missing from Delhi shelter home, deputy cm directs for immediate action
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X