For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદ હુમલામાં 49ના મોત, ભારતીય મૂળના 9 લોકો ગાયબ

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં ભારતીય સમાજના 9 નાગરિકો ગાયબ હોવાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં ભારતીય સમાજના 9 નાગરિકો ગાયબ હોવાના સમાચાર છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશ્નર સંજીવ કોહનીએ અલગ અલગ સૂત્રોના હવાલાથી આની જાણકારી ટ્વિટર પર આપી છે. તમને જણાવી દઈએ કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. હુમલાખોરે શુક્રવારની નમાઝના સમયે હુમલો કર્યો હતો જે સમયે ત્યાં ઘણા લોકો હતા. તેણે ત્યાંથી નીકળ્યા બાદ પણ ગોળીબાર કર્યો જેમાં ત્યાંથી પસાર થતા લોકોને નિશાન બનાવ્યા.

પકડાયેલા 3 લોકોમાંથી એક 20 વર્ષીય ઓસ્ટ્રેલિયાઈ નાગરિક

પકડાયેલા 3 લોકોમાંથી એક 20 વર્ષીય ઓસ્ટ્રેલિયાઈ નાગરિક

આ હુમલાને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે અને પ્રારંભિક તપાસ બાદ આની પાછળ વંશીય કારણ સામે આવી રહ્યુ છે. ધરપકડ કરાયેલ 3 લોકોમાંથી એક 20 વર્ષીય ઓસ્ટ્રેલિયાઈ નાગરિક છે જેને હુમલાખોર માનવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી જેસિંડા એર્ડર્ને ન્યૂ પ્લાઈમાઉથમાં મીડિયાને સંબોધિત કરતા ક્રાઈસ્ટચર્ચની ઘટનાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસની સૌથી ખરાબ ઘટના ગણાવી છે. બીજી તરફ પોલિસે આ ઘટના બાદ 4 જણની ધરપકડ કરી છે.

એક અસાધારણ ઘટના

એક અસાધારણ ઘટના

પ્રધાનમંત્રી જેસિંડાએ આને હિંસાની એક અસામાન્ય ઘટના ગણાવતા સ્વીકાર કર્યો કે આનાથી પ્રભાવિત લોકો પ્રવાસી છે અથવા શરણાર્થી છે. મૃતકોની સંખ્યા બતાવતા તેમણે કહ્યુ કે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તેમણે કહ્યુ કે એ સ્પષ્ટ છે કે આને માત્ર આતંકવાદી હુમલો જ ગણી શકાય છે. અમે જેટલુ જાણીએ છીએ એનાથી લાગે છે કે આ પૂર્વ નિયોજિત હતુ.

હુમલાખોરે હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતુ

હુમલાખોરે હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતુ

તમને જણાવી દઈએ કે હુમલા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ફૂટેજને શેર કરવામાં આવી. આ ઉપરાંત લગભગ 17 મિનિટ સુધી હુમલાની લાઈવ સ્ટ્રીમિંગ ગો પ્રો પર થઈ રહી હતી. લાઈવ સ્ટ્રીમિંગમાં હુમલાખોરે પોતાની કારમાં રાખેલા હથિયારને બતાવ્યા તેમજ એક એક કરીને લોકોને જાનથી મારી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે હુમલો બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને નિશાન બનાવીને કરવામાં આવ્યો જે મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે આવ્યા હતા. આતંકી હુમલામાં શામેલ એક વ્યક્તિની ઓળખ ઑસ્ટ્રેલિયાઈ મૂળના બ્રેનટૉન ટોરેન્ટ તરીકે થઈ છે અને તેમની ઉંમર 28 વર્ષ કહેવામાં આવી રહી છે. બ્રેનટૉને 73 પેજનો એક મેનિફેસ્ટો પણ ઑનલાઈન પોસ્ટ કર્યો છે. આમાં તેણે પોતાને વ્હાઈટ સુપરમાસિસ્ટ ગણાવ્યો છે.

આ પણ વાંચોઃ શમી સામે ચાર્જશીટ દાખલ થતા હસીન જહાંએ BCCI પર ઉઠાવ્યા સવાલઆ પણ વાંચોઃ શમી સામે ચાર્જશીટ દાખલ થતા હસીન જહાંએ BCCI પર ઉઠાવ્યા સવાલ

English summary
9 Indian Origin People Missing After Mosque Shootings in Christchurch New Zealand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X