બર્નિંગ ટ્રેનઃ જાણો, 30 વર્ષમાં ક્યારે ક્યારે ટ્રેનોમાં લાગી આગ

Posted By:
Subscribe to Oneindia News

ઠાણેઃ મહારાષ્ટ્રની સીમા પાસે દાહાણુમાં મુંબઇ-દેહરાદુન એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગવાની ઘટનામાં મૃતકોની સંખ્યા 9 પહોંચી ગઇ છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે આગ મંગળવારે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ કોચ નંબર એસ-2 અને એસ-3ની વચ્ચે લાગી, જે તુરંત એસ-4માં ફેલાઇ ગઇ. જેના કારણે ઉંઘેલા યાત્રીઓતેની ઝપેટમાં આવી ગયા.

અધિકારીઓ અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. કેન્દ્રીય રેલવેમંત્રી મલ્લિકાર્જુન ખડગેએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા સહાયતા રાશ આપવાની જાહેરાત કરી છે. રેલવે બોર્ડે આ ઘટનાના સંદર્ભમાં તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓ અનુસાર ગેટમેનના પ્રયાસોના કારણે એક મોટી દુર્ઘટના થતા બચી ગઇ. ચાલુ ટ્રેનમાં આગ લાગી હોવાની જાણ રેલવે ક્રોસિંગના ગેટમેનને ખબર પડી તો તેણે તુરંત સૂચના મોકલી, તેણે ટ્રેનના ચાલકને જાણકારી આપી અને ટ્રેન રોકાઇ ગઇ. ગેટમેનના શાનદાર કામ કર્યુ અને એક મોટી દુર્ઘટના થતા બચી ગઇ.

 

ટ્રેનમાં મુંબઇથી લગભગ 145 કિમી દૂર સ્થિત ગોલવાડ સ્ટેશન પર રોકવામાં આવ્યા બાદ તુરંત આગ પર કાબૂ મેળવામાં આવ્યો. રાહત કાર્યોમાં મદદ માટે મુંબઇ અને ગુજરાતમાંથી વાન મોકલવામાં આવી અને ઇજાગ્રસ્તોને દાહાણુ અને ગોલવાડની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે મંડલીય પ્રબંધક સહિત પશ્ચિમ રેલવેના ટોચા અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્યોનું પરિક્ષણ કરી રહ્યાં છે.

છેલ્લા 30 વર્ષોમાં ટ્રેનો ક્યારે ક્યારે બની બર્નિંગ ટ્રેન

25 ફેબ્રુઆરી 1985: મધ્ય પ્રદેશના રાજનંદગાંવમાં ટ્રેનમાં આગ લાગી, 50થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા.
16 એપ્રિલ 1990: પટનામાં શટલ ટ્રેનમાં આગ, 70 લોકોના મોત.
6 જૂન 1990: આંધ્ર પ્રદેશના ગોલાગુડામાં ટ્રેનમાં આગ, 35 લોકના મોત.
10 ઓક્ટોબર 1990: ચેરલાપલ્લી, આંધ્ર પ્રદેશમાં પેસેન્જર ટ્રેનમાં આગ, 40 લોકોના મોત.
26 ઓક્ટોબર 1994: મુંબઇ-હાવરા મેઇલના સ્લીપર ક્લાસમાં આગ. જેમાં 27 લોકોના મોત.
તો ચાલો તસવીરો થકી નિહાળીએ દેહરાદુન એક્સપ્રેસની ભયાવહ તસવીરો અને ક્યારે ક્યારે ઘટી હતી આવી ઘટના.

14 મે 1995
  

14 મે 1995

મદ્રાસ-કન્યાકુમારી એક્સપ્રેસમાં સેલમ પાસે આગ લાગી હતી. જેમાં 52 લોકોના મોત નીપજ્યા હતા.

27 ફેબ્રુઆરી 2002
  

27 ફેબ્રુઆરી 2002

ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવામાં આવી હતી. જેમાં 8 લોકોના મોત નીપજ્યાં હતા અને આ ઘટનાથી ગુજરાત ભરમાં રમખાણ ફાટી નીકળા હતા.

15 મે 2003
  

15 મે 2003

ગોલ્ડન ટેમ્પલ મેલમાં લુધિયાણા અને લાધોવર સ્ટેશન વચ્ચે આગ લાગી હતી. જેમાં 36 લોકો માર્યા ગયા હતા.

18 ઑગસ્ટ 2006
  
 

18 ઑગસ્ટ 2006

ચેન્નાઇ-હૈદરાબાદ એક્સપ્રેસમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. જેમાં કોઇ જાનહાની થઇ નહોતી.

13 ફેબ્રુઆરી 2009
  

13 ફેબ્રુઆરી 2009

કોરોમંડેલ એક્સપ્રેસમાં જાજપુર રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. જેમાં કોઇ જાનહાની થઇ નહોતી.

18 એપ્રિલ 2011
  

18 એપ્રિલ 2011

મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ટ્રેનમાં 900 યાત્રી સવાર હતા, પરંતુ સૌભાગ્યવશ તેમાં કોઇ જાનમાલને નુક્સાન નહોતુ પહોંચ્યુ.

12 જુલાઇ 2011
  

12 જુલાઇ 2011

દિલ્હી-પટણા રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી પાસે લાગી આગ, જેમાં સોથી વધુ લોકોના મોત નીપજ્યાં હતા.

22 નવેમ્બર 2011
  

22 નવેમ્બર 2011

હાવરા દહેરાદૂન એક્સપ્રેસમાં આગ, જેમાં સાત લોકોના મોત નીપજ્યાં હતા.

26 ફેબ્રુઆરી 2012
  

26 ફેબ્રુઆરી 2012

કેરળમાં કોજીકોડ જતી જન શતાબ્દી એક્સપ્રેસમાં આગ, જેમાં 3 લોકોના મોત.

30 જુલાઇ 2012
  

30 જુલાઇ 2012

ચેન્નાઇ જનારી નવી દિલ્હી-ચેન્નાઇ તમિળનાડુ એક્સપ્રેસમાં આગ. 47 લોકોના મોત નીપજ્યાં હતા.

16 ઓક્ટોબર 2012
  

16 ઓક્ટોબર 2012

હૈદરાબાદથી સોલાપુર જતી પૈફલકનુમા પેસેન્જરમાં આગ, 7 લોકોના મોત નીપજ્યાં હતા.

30 નવેમ્બર 2012
  

30 નવેમ્બર 2012

મધ્ય પ્રદેશમાં જીટી એક્સપ્રેસમાં આગ. જેમા કેટલાક યાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા.

28 ડિસેમ્બર 2013
  

28 ડિસેમ્બર 2013

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામા નંદેડ-બેંગ્લોર એક્સપ્રેસમાં આગ. 26 લોકોના મોત નીપજ્યાં હતા.

8 જાન્યુઆરી 2014
  

8 જાન્યુઆરી 2014

ઠાણે પાસે દેહરાદુન મુંબઇ એક્સપ્રેસમાં આગ લાગી, જેમાં 9 લોકોના મોત નીપજ્યાં હતા.

English summary
At least nine passengers were charred to death when a fire engulfed three coaches of the speeding Mumbai-Dehradun Express. Here are the pics along with major incidents in last 30 years.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.