For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શ્રીનગરમાં લાગી ભીષણ આગ

શ્રીનગરમાં લાગી ભીષણ આગ

શુક્રવારે, શ્રીનગરમાં લેમ્બર્ટ લેન ખાતે એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતા મોલ ખાલી કરાવામાં આવ્યો હતો. અને ફાયર ફાઇટર્સે આગ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

કેગનો મોટો ખુલાસો, સેના 20 દિવસ જ યુદ્ધ લડી શકશે.

કેગનો મોટો ખુલાસો, સેના 20 દિવસ જ યુદ્ધ લડી શકશે.

ભારતીય સેના પાસે ખાલી 20 દિવસ લડી શકાય તેટલું જ ગોળા બારૂદ બચ્યું છે તેવો ચોંકવનારો ખુલાસો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)એ કર્યો છે. નિયમ મુજબ 40 દિવસનો યુદ્ધનો સામન સેના પાસે હોવો જોઇએ. ત્યારે આ સમાનની આપુર્તિના કારણે ઓપરેશનની તૈયારી અને ટ્રેનિંગ પર પણ અસર પડે છે તેવું કેગનું કહેવું છે.

જલપાઇગુરીમાં આગ

જલપાઇગુરીમાં આગ

શુક્રવારે પશ્ચિમ બંગાળના જલપાઇગુરીમાં આવેલ જૂની બજારમાં આગ લાગી હતી. જેને ફાયર ફાઇટર્સે કલાકોની મહેનત બાદ કાબુમાં લીધી હતી.

મુંબઇના વિલે પાર્લેમાં એક બિલ્ડીંગમાં આગ

આજે બપોરે મુંબઇના વિલે પાર્લેમાં આવેલ એક કોમર્શિયલ બિલ્ડીંગના ટોચના માળે ભીષણ આગ લાગતા આખી બિલ્ડીંગ ખાલી કરવામાં આવી હતી. જો કે હાલ આ આગ કાબુમાં લેવાઇ ગઇ છે.

નન રેપનો સુત્રધાર પકડાયો

નન રેપનો સુત્રધાર પકડાયો

શુક્રવારે, નાદિયામાં નન રેપ કેસના મુખ્ય આરોપી અહીદુલ ઇસ્લામ બાબુની સીઆઇડીએ ધરપકડ કરી છે. જે બાદ તેને સ્થાનિક અદાલતમાં લઇ જવામાં આવ્યો છે. આ સાથે જ આ મામલાના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં પડ્યૂ મિગ વિમાન, બેની મૌત

પશ્ચિમ બંગાળના ચેંગાપાર ગામમાં એક મિગ વિમાન ટેકનિકલ ખામી સાથે પડી જતા 8 ઘર બળી ગયા અને 2 લોકોની મોત થઇ ગઇ. વધુમાં 28 લોકો ધાયલ થયા છે, જેને અલીપુરદ્વારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ધટનામાં પ્લેનના પાઇલોટનો આબાદ બચાવ થયો છે.

કિરણ બેદીએ સલમાનની જમાનત પર સવાલ કર્યો

સલમાન ખાનને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતના વિરોધમાં વધુ એક નામ કિરણ બેદીનું પણ જોડાયું છે. કિરણ બેદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે "જો તમે વીઆઇપી, પૈસાદાર હોવ તો તમે સરળતાથી છૂટી શકો"

કેજરીવાલે ખેડૂતોને કરી આર્થિક મદદ

કેજરીવાલે ખેડૂતોને કરી આર્થિક મદદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે દિલ્હીના ખેડૂતોને શહીદ ગજેન્દ્ર સિંહ કિસાન સહાય યોજના હેઠળ રાહત રાશિ આપી.

જલંધરમાં ક્રોંગ્રેસીઓ ટેબલ પર ચઢ્યા

જલંધરમાં ક્રોંગ્રેસીઓ ટેબલ પર ચઢ્યા

શુક્રવારે, જલંધરમાં ભાજપા મેયર સુનિલ જ્યોતિની સામે પોતાની માંગેને દર્શાવવા માટે ક્રોંગ્રેસી નેતાઓ ટેબલ પર ચઢી ગયા.

કોચીમાં પ્રોફેસરનો હાથ કાપનારાને 8 વર્ષની સજા

કોચીમાં પ્રોફેસરનો હાથ કાપનારાને 8 વર્ષની સજા

શુક્રવારે કોચીમાં 2010માં ખ્રિસ્તી પ્રોફેસરે દ્વારા મુસ્લિમ વિરોધી પ્રશ્ન પૂછતા પ્રોફેસરના હાથનું કાઠું કાપી નાખનાર 10 વ્યક્તિઓને સરકારે 8 વર્ષની સખ્ત સજા ફટકારી છે. ત્યારે કોર્ટની બહાર નીકળી રહેલ આ આરોપીઓ.

રાયપુરમાં મોદીના મંચ પડતા 55 લોકો ઘાયલ

રાયપુરમાં મોદીના મંચ પડતા 55 લોકો ઘાયલ

શુક્રવારે, છત્તીસગઢના રાયપુરમાં વાવાઝોડાના કારણે મોદી માટે તૈયાર કરેલો મંચ પડી ભાગ્યો જેને કારણે 55 લોકો ઘાયલ થયા. જો કે ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. અને ત્યારબાદ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પણ ઘાયલોની મુલાકાત લીધી.

કેજરીવાલે આપી શહિદોને શ્રદ્ધાજંલિ

કેજરીવાલે આપી શહિદોને શ્રદ્ધાજંલિ

શુક્રવારે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના શહીદ સ્મારક સ્થળ પર હાર્ડિંગ બોમ્બ મામલાના શહિદોને આપી શ્રદ્ધાજંલિ.

કોલકત્તામાં ઉતરી રાષ્ટ્રીય આપદા ટીમ

કોલકત્તામાં ઉતરી રાષ્ટ્રીય આપદા ટીમ

નેપાળ ભૂકંપમાં અભૂતપૂર્વ કામગીરી કર્યા બાદ કોલકત્તાના હાવડા સ્ટેશન પર શુક્રવારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 75 કામદરો અને 4 સ્નીફર ડોગ ઉતર્યા.

મિલખા સિંઘને કરાયા સન્માનિત

મિલખા સિંઘને કરાયા સન્માનિત

શુક્રવારે, ગુડગાંવમાં દોડવીર મિલખા સિંઘને "TOISA સ્પોર્ટેસ એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા.

દિલ્હી પોલિસની બર્બરતા બતાવી ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ

દિલ્હી પોલિસની બર્બરતા બતાવી ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ

શુક્રવારે દિલ્હીમાં મહિલા ક્રોંગ્રેસ કાર્યકરોએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી પોલિસની બર્બરતા બતાવી. નોંધનીય છે કે આ મહિલાઓએ દિલ્હીમાં મોગા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ત્યારે દિલ્હી પોલિસ તેમને ખદેડવા તેમની સાથે ક્રૂરતા બતાવી હતી.

English summary
9 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X