For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 9 લોકોના મોત, 38 ઘાયલ

કેરળના પલક્કડ જિલ્લામાં એક ભયાનક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. કેરળના પલક્કડ જિલ્લામાં આવેલા વડક્કનચેરીમાં કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ એક ટૂરિસ્ટ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

તિરૂવનંતપુરમ, 6 ઓકટોબર : કેરળના પલક્કડ જિલ્લામાં એક ભયાનક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. કેરળના પલક્કડ જિલ્લામાં આવેલા વડક્કનચેરીમાં કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ એક ટૂરિસ્ટ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

bus

આ સાથે 38 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી ગુરૂવારની સવારે કેરળના રાજ્ય મંત્રી એમબી રાજેશ દ્વારા આપવામાં આવી છે.

આ અકસ્માત બુધવારની મોડી રાત્રે પલક્કડના વડક્કંચેરી વિસ્તારમાં થઈ હતી, જ્યારે એક ટૂરિસ્ટ બસે કેરળ સરકારની બસને પાછળથી ટક્કર મારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને ત્રણ KSRTC મુસાફરનો સમાવેશ થાય છે. અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી આપવામાં આવી નથી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

English summary
9 people died in Accident between 2 buses, 38 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X