• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નોઈડામાં 3 સેક્સ વર્કર સાથે 9 લોકોએ ગેંગરેપ કર્યો

By Ankit Patel
|

દેશની રાજધાની દિલ્હીથી નજીક ઉત્તરપ્રદેશના નોઈડામાં સેક્સ વર્કર સાથે ગેંગરેપનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં એક ફાર્મ હાઉસમાં દિલ્હીથી લાવવામાં આવેલી 3 સેક્સ વર્કર સાથે 9 લોકોએ ગેંગરેપ કર્યો. આ લોકોની ચૂંગલથી ગમે તેમ કરીને નીકળ્યા પછી સેક્સ વર્કરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે તરત કાર્યવાહી કરતા સાત લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાંથી મોટા ભાગના લોકો પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ છે, જયારે એક કેબ ચલાવે છે. બે આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે. જે ફાર્મ હાઉસમાં ગેંગરેપની ઘટનાને અંઝામ આપવામાં આવ્યો, પોલીસે તેને સીલ કરી દીધો છે.

આ પણ વાંચો: બીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યો

લાજ્પત નગર મેટ્રો સ્ટેશનથી સેક્સ વર્કસ લાવવામાં આવી

લાજ્પત નગર મેટ્રો સ્ટેશનથી સેક્સ વર્કસ લાવવામાં આવી

પોલીસને આપેલી ફરિયાદમાં ત્રણે પીડિત મહિલાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મંગળવારે રાત્રે દિલ્હીના લાજ્પત નગર મેટ્રો સ્ટેશન પાસે ગ્રાહકની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 11.30 વાગ્યે સફેદ રંગની સ્વીફ્ટ ડિઝાયર કેબમાં બે લોકો ત્યાં પહોંચ્યા અને તેમની સાથે જવા માટે કહ્યું. સોદો નક્કી થયા પછી તેઓ ત્રણે સેક્સ વર્કરને નોઈડા લઇ ગયા. બંને આરોપીએ મહિલા સાથે પ્રતિ વ્યક્તિ 3000 રૂપિયામાં સોદો નક્કી કર્યો. ત્યારપછી ત્રણે મહિલાને કહેવામાં આવ્યું કે તેમને નોઈડા સેક્ટર 18 પાસે જવું પડશે, જ્યાં બીજા બે લોકો છે. આ મહિલાઓને 3600 રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા.

પ્રતિ ગ્રાહક 3000 રૂપિયામાં સોદો

પ્રતિ ગ્રાહક 3000 રૂપિયામાં સોદો

એસએસપી વૈભવ કૃષ્ણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પછી બંને આરોપીઓ મહિલાને સેક્ટર 18 લઇ જવાને બદલે નોઈડાના સેક્ટર 135 પાસે આવેલા ફાર્મ હાઉસ લઇ ગયા. ફાર્મ હાઉસમાં બીજા સાત લોકો પહેલાથી હાજર હતા. આટલા લોકોને જોઈને ત્રણે મહિલા ગભરાઈ ગઈ અને તેમને પાછા લઇ જવા માટે કહ્યું. ત્યારપછી ફાર્મ હાઉસમાં હાજર 9 લોકો એ વારાફરતી આ ત્રણે સેક્સ વર્કર્સનો રેપ કર્યો. ગેંગરેપ પછી પીડિત મહિલાના કહેવા પર એક આરોપી તેમને ગાડીમાં મેન રોડ પાસે છોડીને ચાલ્યો ગયો. ત્યારેપાછો પીડિત મહિલાઓને 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણકારી આપી.

આરોપી લોકોએ તેમની ત્રણેની પીટાઈ પણ કરી

આરોપી લોકોએ તેમની ત્રણેની પીટાઈ પણ કરી

મહિલાઓએ પોલીસને આપેલી જાણકારીમાં એવું પણ જણાવ્યું કે આરોપી લોકોએ તેમની ત્રણેની પીટાઈ પણ કરી. એટલું જ નહીં પરંતુ તેમને જે પૈસા એડવાન્સ તરીકે આપ્યા હતા તેને પણ ખુંચવી લીધા. પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરતા ફાર્મ હાઉસ પહોંચીને 9 માંથી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી, જયારે 2 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

English summary
9 people have gangraped with 3 sex workers in Noida
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X