For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મોદીની ખિલાફત રાષ્ટ્રવિરોધ છે: જાવેદ અખ્તર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 નવેમ્બર: રાજ્યસભા સાંસદ અને પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થકો પર ગુસ્સો ઉતારતા પૂછ્યું કે મોદીની ખિલાફત કરવી જો રાષ્ટ્રવિરોધી છે તો શું 90 ટકા ભારતીય રાષ્ટ્ર વિરોધી છે.

અખ્તરે ટ્વિટર પર લખ્યુ કે કેટલાંક લોકોએ માન્યુ છે કે મોદીનો વિરોધ કરવો રાષ્ટ્ર વિરોધી કાર્યવાહી છે, તો શું તેમની નઝરમાં અમે 90 ટકા ભારતીય રાષ્ટ્ર વિરોધી છીએ. આ ટ્વિટ બાદ અખ્તરે એક રીતે દાવો કર્યો છે કે દેશના 90 ટકા લોકો મોદીના પક્ષમાં નથી.

javed
અત્રે ઉલ્લેખનીય છે કે અખ્તરે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે મોદી એક સારા વડાપ્રધાન ના બની શકે. એક તો તેમની પર સાંપ્રદાયિક રમખાણોના દાગ છે અને તે લોકતાંત્રિક વ્યક્તિ નથી.

મોદીની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બાદથી જ મોદી સમર્થકોએ સોશિયલ મીડિયા પર અખ્તર વિરુદ્ધ અભિયાન છેડી દીધું હતું. તેમને અશ્લિલ સંદેશ મોકલવામાં આવી રહ્યા છે. આની પર અખ્તરે ટ્વિટ કર્યુ હતું કે મોદી સમર્થકો તરફથી જે પ્રકારના અશ્લિલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, તેનાથી તેમના નીચલા સ્તરની જાણ થાય છે.

English summary
90 percent Indians oppose BJP's PM nominee Narendra Modi: Javed Akhtar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X