For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સ્વચ્છ ન રહેતાં પુત્ર 93 વર્ષીય પિતાને સાંકળે બાંધ્યા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chained
નવી દિલ્હી, 6 જૂન: ઘડપણમાં છોકરાઓ મા-બાપનો સહારો બને છે પરંતુ બેગ્લોરમાં બે પુત્રોએ માનવતાને શરમાવે તેવું કૃત્ય આચર્યું છે. દક્ષિણ બેંગલુરૂના શખામબરી નગરમાં બે પુત્રોએ પોતાના 93 વર્ષીય પિતાને ઘરના ત્રીજા માળે કેદ કરી રાખ્યા છે. પિતાના હાથ-પગ કુતરાની સાંકળથી બાંધવામાં આવ્યાં છે. તેઓ કેટલાક દિવસોથી જમ્યા પણ નથી.

તેમના પિતા ત્યાંથી ભાગી ન જાય તે માટે તેમને લોખંડથી ગ્રીલ સાથે બાંધવામાં આવ્યાં છે. તે ગત સાત મહિનાથી કેદ છે. પડોશીઓ દ્વારા સૂચના મળતાં દક્ષિણ વિસ્તારના પોલીસ નાયબ કમિશનર એચ એસ રેવન્ના બુધવારે અનંત રમૈયા શેટ્ટીના ઘરે પહોંચ્યા હતા. તેમને છેલ્લાં કેટલાક સમયથી બંધ અનંત રમૈયાને મુક્ત કરાવ્યા હતા.

તે સમયે અનંત રમિયા કંઇપણ બોલવામાં સ્થિતીમાં ન હતા. પરંતુ પછી તેમને પોલીસકર્મીઓને પોતાના કોઇ વૃદ્ધા આશ્રમમાં મોલવાનો અનુરોધ કર્યો. તેમને કહ્યું હતું કે તેમને કહ્યું હતું કે હું અહીંયા રહેવા માંગતો નથી. તેમને હાલ જયનગરના સંજય ગાંધી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. તેમને 24 કલાક માટે ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.

અનંત રમિયાને ચાર પુત્ર છે પરંતુ કોઇપણ તેમની સારસંભાળ રાખતા નથી. તે પોતાના પુત્ર સુરેશ કુમાર અને ગિરીશ કુમાર સાથે રહે છે. સુરેશ કુમાર અને ગિરીશ કુમારે જણાવ્યું હતું કે તે સ્વચ્છ રહેતા નથી અને હંમેશા બુમો પાડે છે અને તેના કારણે તેમની સારસંભાળ રાખવામાં અસમર્થ હતા.

પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે અનંત રમૈયાના નાના પુત્ર સુરેશ કુમારનુ નિવેદન નોંધી લીધું છે. કાનૂની કાર્યવાહી કરવા માટે તે હાલ અનંત રમિયાના નિવેદનની રાહ જોઇ રહ્યાં છે. જો કે પોલીસ તેમના બંને પુત્રો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

English summary
A 90-year-old man was found chained on the terrace of his Banashankari house in Bangalore and was rescued by police on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X