For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉલગેટ: જયસવાલે કહ્યું '95 ટકા ફાઇલો મળી ગઇ છે!'

|
Google Oneindia Gujarati News

prakash jaiswal
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર : કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કોલસા ઘોટાળાની ગૂમ થયેલી ફાઇલો પર જણાવ્યું કે કોલસા ઘોટાળા સાથે જોડાયેલી 95 ટકા ફાઇલો અમને મળી ગઇ છે.

સૂત્રો અનુસાર જયસવાલે જણાવ્યું કે જો બાકીની ફાઇલો આવતા મંગળવાર સુધી નહીં મળી તો એફઆઇઆર દાખલ કરાવી દેવામાં આવશે. જાયસવાલે જણાવ્યું કે સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે, તો એફઆઇઆર પણ સીબીઆઇ જ દાખલ કરાવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કોલસા ખાણોની ફાળવણી સાથે જોડાયેલ મામલાઓને 20 વર્ષ થઇ ગયા છે, જેની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે મંગળવાર સુધી સીબીઆઇને ફાઇલો સોંપી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુમ થયેલી ફાઇલોના મુદ્દા મોનસૂન સત્રના અંતિમ દિવસ શનિવારે પણ ગૃહમાં છવાયેલો રહ્યો, જેમાં વિપક્ષે આરોપ લગાવ્યો કે મામલા સાથે જોડાયેલ 147 ફાઇલ ગુમ થઇ ગઇ છે.

English summary
Central coal minister Sriprakash Jaiswal said that 95 percent Coalgate files founded.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X