• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓનલાઈન ગેમમાં 40 હજાર હારી જતા 13 વર્ષના બાળકે આત્મહત્યા કરી

By By Desk
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક 13 વર્ષના બાળકે ઓનલાઇન ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી હતી. છતરપુરના શાંતિનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો આ બાળક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે તેના માતા-પિતાથી છુપાવીને ફ્રી ફાયર નામની ઓનલાઇન ગેમમાં 40 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે બાદ હારી જતા તેણે ટેન્શનમાં આવી આત્મહત્યા કરી લીધી હતી.

જિલ્લા પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેણે લખ્યું છે કે તેણે 40 હજાર રૂપિયા ગુમાવ્યા છે. જેના કારણે તે શરમ અનુભવે છે અને તેના માતા-પિતાની માફી માંગે છે. પોલીસ તપાસ કરી રહી છે કે કિશોરને પૈસા માટે કોઈએ ધમકી આપી હતી કે કેમ. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આ અંગે વધુ કહી શકાય.

છતરપુરના એસપી સચિન શર્માએ જણાવ્યું કે, છોકરાની માતા જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે. શુક્રવારે તે એક ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો, જેમાં તેને તેની માતાના ખાતામાંથી પૈસા લગાવ્યા હતા. તેની માતાએ હોસ્પિટલમાં જ તેના મોબાઈલ પર ખાતામાંથી પૈસા કપાવાનો મેસેજ જોયો. મેસેજ જોયા બાદ પુત્રને તેના વિશે પૂછતા તેણે ઓનલાઈન ગેમ્સમાં પૈસા ગુમાવ્યા હોવાનું જણાવ્યુ હતું. માતાએ પુત્રને ફોન પર ઠપકો આપી ગેમ ન રમવા કરીને ફોન મુકી દીધો હતો. આ પછી કિશોરે તેના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. લાંબા સમય સુધી રૂમ ન ખોલ્યા બાદ કિશોરની બહેને તેની માતાને જાણ કરતા ઘટના સામે આવી હતી. માતા-પિતાએ ઘરે પહોંચી બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

English summary
A 13-year-old boy committed suicide after losing Rs 40,000 in an online game
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X