For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં પ્લાઝમા થેરેપીનો પ્રયોગ નિષ્ફળ, કોરોના દર્દીનુ લીલાવતી હોસ્પિટલમાં મોત

મુંબઈની લીલાવતી હોસ્પટલમાં એક કોરોના દર્દીનુ ઈલાજ દરમિયાન મોત થઈ જવાથી હોબાળો થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા હાલમાં કોરોના વાયરસ સામે લડી રહી છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમા પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35,043 થઈ ગઈ છે. અત્યાર સુધી 1147 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 73 લોકોના મોત થયા છે.

પ્લાઝ્મા થેરેપીથી ન બચાવી શકી કોરોના દર્દીનો જીવ

પ્લાઝ્મા થેરેપીથી ન બચાવી શકી કોરોના દર્દીનો જીવ

મુંબઈની લીલાવતી હોસ્પટલમાં એક કોરોના દર્દીનુ ઈલાજ દરમિયાન મોત થઈ જવાથી હોબાળો થઈ ગયો છે. વાસ્તવમાં 53 વર્ષના આ દર્દીનો ઈલાજ પ્લાઝમાં થેરેપી દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે દર્દીની સ્થિતિ નાજુક હતી. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના પર પ્લાઝમા થેરેપીનો પણ ઉપયોગ કર્યો હતો પરંતુ તેમછતાં આ દર્દીને બચાવી શકાયા નહિ અને ગુરુવારે સવારે મોત થઈ ગયુ.

દર્દીની હાલત પહેલેથી ખરાબ હતી

લીલાવતી હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે જ્યારે દર્દીને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત પહેલેથી જ ખૂબ જ ગંભીર હતી. ઈલાજમાં વિલંબના કારણે તેમને શ્વાસ લેવામાં પણ ગંભીર સમસ્યા હતી. તેમને એક્યુટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ અને ન્યૂમોનિયા થઈ ગયો હતો. તેમના પર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તેમને બચાવી શકાયા નહિ. તમને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં પ્લાઝમા થેરેપીને સફળ ગણાવ્યુ હતુ અને દર્દીની તબિયતમાં સુધારાની વાત કહી હતી પરંતુ મોડી સાંજે દર્દીની તબિયત બગડવી શરૂ થઈ અને ગુરુવારે સવારે તેમનુ મોત થઈ ગયુ.

શું છે પ્લાઝમા થેરેપી

શું છે પ્લાઝમા થેરેપી

તમને જણાવી દઈએ કે પ્લાઝમા થેરેપી હેઠળ કોરોનાથી રિકવર થઈ ચૂકેલા લોકોના પ્લાઝમાને દર્દીમાં ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે. થેરેપીમાં એંટીબૉડીનો ઉપયોગ થાય છે જે કોઈ વાયરસ કે બેક્ટેરિયા સામે શરીરમાં બને છે. આ એંટીબૉડી રિકવર થઈ ચૂકેલા દર્દીના શરીરમાંથી બિમાર શરીરમાં નાખવામાં આવે છે. દર્દી પર એંટીબૉડીની અસર થવાથી વાયરસ નબળો પડવા લાગે છે. ત્યારબાદ દર્દી રિકવર થવાની સંભાવના વધી જાય છે. તમને જણાવી દઈએ કે પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી અને ના કોઈ નબળાઈ આવે છે.

આ પણ વાંચોઃ સ્પેશિયલ ટ્રેનથી માત્ર રજિસ્ટર્ડ લોકો જ જઈ શકશેઃ સેન્ટ્રલ રેલવે<br />આ પણ વાંચોઃ સ્પેશિયલ ટ્રેનથી માત્ર રજિસ્ટર્ડ લોકો જ જઈ શકશેઃ સેન્ટ્રલ રેલવે

English summary
A 53-year-old male patient, the first to undergo plasma therapy in Maharashtra passed away in Lilavati Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X