For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આજે વિમાન અકસ્માત દિવસ છે? ગોવા પછી દિલ્હી

મંગળવાર સવારે ગોવામાં મોટી વિમાન દુર્ધટના થતા બચી ગઇ હતી ત્યાં જ દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રિય હવાઇ અડ્ડા પર પણ કંઇક તેવું થયું કે મોટી હોનારત થતા બચી. વધુ જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રિય હવાઇ અડ્ડા પર ઇન્ડિંગો અને સ્પાઇસજેટના બે વિમાનો અચાનક જ એકદમ પાસે આવી ગયા. જો કે તે બાદ કોઇ મોટી દુર્ધટના થતા ટળી હતી. પણ પ્રાપ્ત જાણકારી મુજબ ડીજીસીએને હાલ આની જાણકારી આપવામાં આવી છે. અને આ અંગે તપાસ ચાલુ છે.

indiga

ખબરોનું માનીએ તો બે વિમાન ત્યારે ખૂબ જ પાસે આવી ગયા જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ લેંડ થયા પછી ટેક્સીવેની તરફ જઇ રહી હતી. અને સ્પાઇસજેટનું વિમાન પણ ઠીક તે જ સમયે ટેક ઓફ કરી રહ્યું હતું. જો કે બપોરના 12 વાગ્યા સુધી આ દુર્ધટનામાં જાન માલના નુક્શાનની કોઇ ખબર આવી નથી.

નોંધનીય આજે સવારે જ ગોવાથી મુંબઇ જઇ રહેલ વિમાન રનવે પર ફસડાઇ પડ્યું હતું જેના કારણે વિમાનમાં સવાર યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે આ દુર્ધટના થઇ ત્યારે વિમાનમાં 154 યાત્રીઓ હતા. અને મુંબઇથી ગોવા જતી આ ફ્લાઇટનું નામ 9 ડબલ્યુ 2374 હતું.

English summary
A close shave between two aircrafts (Indigo and SpiceJet flights) at Delhis IGI Airport; reported to DGCA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X