• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના કાળમાં રક્ષક બન્યા સંજય રાય, માણસાઈ હજી જીવંત છે

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના જનપદ ગાઝીપુરના શેરપુર ગામનું પાણી ચાખીને વડો થયેલો એક યુવાન માત્ર 17 વર્ષની નાની ઉંમરમાં જીવનને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત માટે રવાના થઈ ગયો હતો. આજે 33 વર્ષના લાંબા સંઘર્, બાદ આ શખ્સે પોતાની દૂરદ્રષ્ટિ અને શ્રેષ્ઠ વ્યાપારિક રણનતિને પગલે ગુજરાત આવી મોટું ઔદ્યોગિક એકમ તૈયાર કરી લીધું છે, આજે તેઓ દેશ-વિદેશમાં વેપાર કરી રહ્યા છે. આ યુવાન આજે બહુ સમ્માન સાથે સંજય રાયના નામે ઓળખાય છે, જેમની ગણતરી ગુજરાતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં થાય છે.

પોતાની જન્મભૂમિને નથી ભૂલ્યા

પોતાની જન્મભૂમિને નથી ભૂલ્યા

સનાતન ધર્મની પરંપરાઓને અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતારનાર સંજય રાય "શેરપુરિયા"ને પોતાન જન્મભૂમિ સાથે હંમેશાથી વિશેષ લગાવ રહ્યો છે, જિંદગીમાં પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ તેમણે પોતાના ગૃહ જનપદ ગાજીપુરને ક્યારેય નથી ભૂલ્યા. સંજય રાય આ વિશેષ લગાવને કારણે હંમેશા પોતાના વતન જનપદ માટે કંઈકને કંઈક જનહિત અને સામાજિક દાયિત્વોનું નિર્વહન નિરંતર કરતા રહે છે. આમ પણ ગાઝીપુરનો આ લાલ સંજય રાય શેરપુરિયા જનપદમાં કામ કરતી "યૂથ રૂરલ ઈંટરપ્રેન્યોર ફાઉંડેશન"ના ચેરમેન પણ છે, જે ગાઝીપુરમાં વિવિધ ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. પરંતુ દેશમાં જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી સંજય રાય વ્યક્તિગત રૂપે લોકોની ખામોશી સાથે નિરંતર દરેક સંભવન મદદ કરી તેમના જીવનને બચાવવા માટેના પ્રયત્નો કરતા રહે છે.

લોકોનું અણમોલ જીવન ચાવ્યું

લોકોનું અણમોલ જીવન ચાવ્યું

કોરોનાની બીજી અતિ ભયાનક લહેરમાં જ્યારે સંજય રાયે દેશના વિવિધ રાજ્યોમાં ચિંતાજનક હાલાત જોયા, તો તેમને પોતાના ગૃહ જનપદ ગાજીપુરની યાદ આવી. જ્યાં લોકોને માત્ર સરકારી વ્યવસ્થા દ્વારા ઉપલબ્ધ ઈલાજના ભરોસે છોડી દેવામાં આવ્યા હોત તો ભગવાન જાણે કેટલા લોકોનો જીવ જોખમાયો હોત. માટે સંજય રાયે તરત જ પોતાના દિલ્હી કાર્યાલયથી ગાજીપુર માટે દવા, ઈંજેક્શન, કોરોના તપાસ કિટ, કોરોનાની દવાની કિટ અને ઈલાજ માટે આવશ્યક અન્ય તમામ પ્રકારના જરૂરી ઉપકરણોથી યુક્ત ચિકિત્સા વાહનોનો બંદોબસ્ત કરી ગાજીપુર મોકલ્યા, જેના માધ્યમથી કેટલાય લોકોના અણમોલ જીવ બચી ગયા.

ગાજીપુર આવી ખુદ જીવ સંભાળ્યો

ગાજીપુર આવી ખુદ જીવ સંભાળ્યો

આવું કરી સંજય રાય હવે ઉદ્યોગપતિ સમાજસેવી સાથે એક નીડર માણસ અને કોરોના વોરિયર્સ બની ગયા છે, કોરોના વાયરસ સંક્રમણની ભયાનકતાને જોતાં તેમણે પોતાના જીવનની પરવા કર્યા વિના ગાજીપુર આવી ખુદ અવસર પર મોરચા સંભાળી લીધો, ભયાનક સ્થિતિમાં લોકો જ્યારે ઘરોમાં છૂપાઈને બેઠા છે એવા સમયે સંજય રાયની હિમ્મત વખાણવા લાયક છે

દવાઓ, ઑક્સીજન ઉપલબ્ધ કરાવી

દવાઓ, ઑક્સીજન ઉપલબ્ધ કરાવી

કોરોના મહામારીના ભયાનક આપાતકાળમાં સંજય રાયે ગાજીપુરમાં કોરોના મહામારીતી નિપટવા માટે જન ભાગીદારીથી જન કલ્યાણ એક પહેલ "યૂથ રૂરલ એન્ટરપ્રેન્યોર ફાઉંડેશન" દ્વારા લોકોના જીવન બચાવવા માટે મોટા સ્તરે એક અભિયાનની શરૂઆત કરી. જે અંતર્ગત ગાજીપુરના સામાન્ય લોકો અને જિલ્લાના સરકારી હોસ્પિટલો માટે માસ્ક, ફેસશિલ્ડ, પીપીઈ કિટ, બેડ, ઑક્સીજન, દવાઓ, ઈંજેક્શન, કોરોના તપાસ કિટ, કોરોનાના ઈલાજ માટે દવાઓની કિટ, ઓક્સિજન કંસૉન્ટ્રેટર વગેરે જેવા જીવન રક્ષક વસ્તુઓ ઉપલબ્ધ કરાવી. ગાજીપુર માટે તેમણે 100 જેટલા ઓક્સિજન કંસોન્ટ્રેટર ઉપલબ્ધ કરાવ્યા.

9 સ્મશાને લાકડાની બેંક ખોલી

9 સ્મશાને લાકડાની બેંક ખોલી

મોટી વાત એ છે કે સંજય રાયે જ્યારે ભારત અને વિદેશી મીડિયામાં ગંગામાં તરતા માનવ મૃતદેહના સમાચાર જોયા ત્યારે તેઓ વિચલિત થઈ ગયા. તેમણે તાત્કાલિક જ દ્રઢ સંકલ્પ લીધો કે જનપદ ગાજીપુરમાં ગંગા પર સ્થિત સ્મશાન ઘાટે જઈ ત્યાંની સ્થિતિ જોઈ મૃતદેહના દાહસંસ્કારની યોગ્ય વ્યવસ્થા કરશે. તેમણે બધા જ સ્મશાન ઘાટની મુલાકાત લીધી અને 9 સ્મશાન ઘાટ પર તેમણે લાકડાની બેંક બનાવી. જેમાં કોઈપણ વ્યક્તિ લાકડું દાન કરી શકે છે. આ સ્મશાન ઘાટ પર કોઈપણ વ્યક્તિને નિઃશુલ્ક લાકડું આપવામાં આવી રહ્યું છે. આવા કોરોના વોરિયર્સને વનઈન્ડિયા ગુજરાતી તરફથી સલામ.

English summary
a corona warrior who stood with people during covid 19 pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X