18 મકાનમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે સર્જાયો અકસ્માત

ઉત્તર ત્રિપુરા જિલ્લાના પાણીસાગર પેટા વિભાગના હમસાપારા ખાતેના બ્રુ કેમ્પમાં લગભગ 18 ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

અગરતલા : ઉત્તર ત્રિપુરા જિલ્લાના પાણીસાગર પેટા વિભાગના હમસાપારા ખાતેના બ્રુ કેમ્પમાં લગભગ 18 ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર શનિવારના રોજ (20 નવેમ્બર) આગમાં ઓછામાં ઓછી 18 અસ્થાયી ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગયા હતા.

fire broke out

અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને તેમને રાજ્ય પ્રશાસન તરફથી જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

મિઝોરમ બ્રુ વિસ્થાપિત પીપલ્સ ફોરમ (MBDPF)ના જનરલ સેક્રેટરી બ્રુનો માશાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ઉત્તર ત્રિપુરામાં પાણીસાગર સબ-ડિવિઝન હેઠળના હમસાપારા રાહત શિબિરમાં શનિવારની સવારે લગભગ 8:30 કલાકે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે, MBDPF શાખામાંથી મળેલા અહેવાલ મુજબ, આગ પર કાબુ મેળવતા પહેલા કુલ 18 મકાનો બળી ગયા છે અને 11 મકાનો નાશ પામ્યા છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવા છતાં આગમાં પરિવારના કેટલાક સભ્યોના દસ્તાવેજો અને મહત્વપૂર્ણ કાગળો બળી ગયા હતા.

બ્રુનો માશાએ જણાવ્યું હતું કે, સરકારે નુકસાનની ભરપાઈ કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોને કામચલાઉ આશ્રય આપવો જોઈએ. નવેમ્બર મહિનો છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.

ફરજ પરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં લગભગ 18 ઘર બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર અને ઈમરજન્સી સર્વિસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે ઘટના અને પરિવારોને થયેલા નુકસાનની ચકાસણી કરી રહ્યા છીએ અને વિગતો એકત્રિત કરી રહ્યા છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X