
થાણેમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 લોકોને સલામત બહાર કઢાયા
થાણેના ખોડબંદર રોડ પર એક બિલ્ડિંગમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. આ રહેણાંક મકાનમાં 20 જેટલા લોકો ફસાયા હતા, પરંતુ ફાયર બ્રિગેડની સખત મહેનત બાદ તમામ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ગાડીએ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણકારી થાણે મહાનગરપાલિકાએ આપી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આપને જણાવી દઈએ કે ગયા મહિનાના અંતમાં મુંબઈની સનરાઇઝ હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટના સમયે હોસ્પિટલમાં 70 દર્દીઓ હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Fire breaks out at a building in Ghodbunder Road, Thane. One fire engine is at the spot, fire fighting operation underway. Around 20 people are stranded in the building: Thane Municipal Corporation (TMC).#Maharashtra
— ANI (@ANI) April 9, 2021
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં બોલ્યા અમિત શાહ- પોતાના હાથમાંથી અલ્પસંખ્યકોના વોટ પણ ખિસકતા જોઇ બોખલાયા મમતા બેનરજી