Video: જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો છુ, અમિતાભ બચ્ચનની માફી માંગુ છુઃ અમરસિંહ
રાજ્યસભા સાંસદ અમર સિંહની હાલત ઠીક નથી, તે હાલમાં હોસ્પિટલમાં ભરતી છે, તેમણે મંગળવારે ટ્વિટ કરીને અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પર કરેલા જૂના નિવેદનો વિશે ખેદ વ્યક્ત કર્યુ છે. તેમણે પોતાના વીડિયો સંદેશમાં બચ્ચન ખાનદાનની માફી માંગીને કહ્યુ કે લાઈફના આ વળાંક પર જ્યારે હું જિંદગી અને મોત સામે લડી રહ્યો છુ ત્યારે મને મારા નિવેદનો પર પસ્તાવો થઈ રહ્યો છે.

અમર સિંહે બચ્ચન પરિવાર પર ટિપ્પણી વિશે વ્યક્ત કર્યુ દુઃખ
વીડિયોમાં ખૂબ જ ભાવુક જોવા મળેલ અમરસિંહે કહ્યુ કે મારા આટલા આકરા નિવેદન છતાં જો અમિતાભ બચ્ચન તેમને જન્મદિવસ પર, તેમના પિતાની પુણ્યતિથિ પર મેસેજ કરે છે તો, મારે મારા નિવેદન પર ખેદ પ્રગટ કરી દેવો જોઈએ, હું દિલથી માફી માંગુ છુ.
|
અમરસિંહે કર્યુ આ ટ્વિટ
તમને જણાવી દઈએ કે આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ અમર સિંહે પિતા હરીશ ચંદ્ર સિંહની પુણ્યતિથિ છે, એટલા માટે અમિતાભ બચ્ચને તેમને સંદેશ મોકલ્યો હતો. જેના પર સિંહ કહ્યુ કે આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને મને તેના પર અમિતાભ બચ્ચનનો સંદેશ મળ્યો, જ્યારે હું જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છુ, એવામાં હું અમિતજી અને તેમના પરિવાર પર કરેલી ટિપ્પણીઓ માટે ખેદ પ્રગટ કરુ છ, ઈશ્વર એ બધાને આશીર્વાદ આપે.

અમરસિંહે અમિતાભ બચ્ચનને અહેસાન ફરામોશ કહ્યા હતા
તમને જણાવી દઈએ કે સપા પાર્ટીમાંથી બહાર કાઢી મૂકાયા બાદ અમર સિંહ ઘણીવાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પર કટાક્ષ કરતા આવ્યા છે. તેમનુ કહેવુ હતુ કે જયા બચ્ચનના કારણે અમિતાભે તેમની દોસ્તીની કદર ન કરી, જ્યારે અમિતાભ પોતાના ખરાબ સમયમાં હતા, ત્યારે મે જ તેમની મદદ કરી રહતી પરંતુ જ્યારે મારો ખરાબ સમય આવ્યો તો તેમણે સાથ છોડી દીધો, તે એમને અહેસાન ફરામોશ કહેતા આવ્યા છે. વાસ્તવમાં જયા બચ્ચનને સપા પાર્ટીમાં લાવનાર અમરસિંહ જ હતા પરંતુ જ્યારે અમર સિંહને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા તો તેમને આશા હતી કે જયા બચ્ચન તેમનો સાથ આપશે અને પાર્ટી છોડી દેશે પરંતુ જયા બચ્ચને અમર સિંહનો સાથ છોડી દીધો પરંતુ સપા ન છોડી, ત્યારથી જ અમિતાભ બચ્ચન અને અમરસિંહના સંબંધો બગડી ગયા.

‘અમિતાભ અને જયા અલગ-અલગ રહે છે'
એટલુ જ નહિ થોડા સમય પહેલા એક ટીવી ઈન્ટરવ્યુમાં અમરસિંહે કહ્યુ હતુ કે અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન વર્ષોથી એકબીજાથી અલગ રહે છે. અમર સિંહ આટલેથી ન અટક્યા અને તેમણે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ઝઘડા તરફ પણ ઈશારો કર્યો હતો અને કહ્યુ હતુ કે બંનેની પટતી નથી.

‘ગાય અને સૂવર બંનેનુ માંસ ખાય છે જયા બચ્ચન'
ઓક્ટોબર 2015માં અમર સિંહે કહ્યુ હતુ કે જયા બચ્ચન ગાય અને સૂવર બંનેનુ માંસ ખાય છે. અમર સિંહે આ વાત એ સમયે કહી હતી જ્યારે દાદરી ઘટના બાદ આખા દેશમાં માંસ ખાવા અંગે વિવાદ છેડાયો હતો. અમરસિંહે કહ્યુ હતુ કે ગ્લાસગોમાં એક પ્રતિનિધિ મંડળમાં તે જયા બચ્ચન સાથે ગયા હતા. ત્યાં જયા બચ્ચને ગાય અને સૂઅરનુ માંસ મંગાવ્યુ અને મને પણ ખાવા માટે કહ્યુ પરંતુ મે ના પાડી દીધી.
આ પણ વાંચોઃ ભારત વિરોધી ગતિવિધિઓમાં શામેલ હોવાના કારણે કેન્સલ થયો બ્રિટિશ MP ડેબીનો વિઝા