US ડિગ્રી હોલ્ડર ભારતીયો વતનમાં પાછા આવી શોધી રહ્યા છે નોકરી
અમેરિકી સરકાર દ્વારા કરાયેલા કડક નિયમો અને નોકરીની સંભાવનાઓની શક્યતાઓ ઓછી થઈ જતા મોટી સંખ્યામાં ભારતીય અમેરિકી સ્નાતકો હવે ભારતમાં નોકરીઓ શોધી રહ્યા છે. આનુ કારણ એ પણ છે કે ભારતમાં એડટેક અને ગેમિંગ જેવા ક્ષેત્રોમાં વધતી સંભાવનાઓએ તેમના માટે સ્વેદશ વાપસી માટે તકો તૈયાર કરી છે જ્યારે અમુક લોકો કોવિડ-19 મહામારી દરમિયાન પરિવારો સાથે રહેવા ભાવુક કારણોથી પણ સ્વદેશ વાપસી માટે પ્રેરિત થયા છે.

ભારતમાં નોકરી મળતા જ અમેરિકાને કહી દીધુ બાય બાય
અમેરિકી સ્વર્થમોર કૉલેજમાંથી ગણિત અને અર્થશાસ્ત્રમાં આ વર્ષે સ્નાતકની ડિગ્રી પૂરી કરનાર યશ કેવલામણિ નામના છાત્રનુ કહેવુ છે કે તેણે પૂરા એક વર્ષ માટે અમેરિકામાં નોકરી શોધવાની કોશિશ કરી પરંતુ સ્વદેશી કંપની એડવર્ડ સ્ટાર્ટઅપ લીડો લર્નિંગ સાથે મોકો મળતા જ તેણે અમેરિકાથી પાછા આવવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યુ કે આ નિર્ણય મુખ્ય રીતે તેને મળેલી પ્રોડક્ટ મેનેજમેન્ટની ભૂમિકા હતી પરંતુ મોટુ કારણ તો કોવિડ મહામારી હતી. કેવલામણિ જાણે છે કે હવે અમેરિકા પાછા જવુ મુશ્કેલ થઈ જશે પરંતુ તે પોતાના ઘરમાં ખુશ છે કારણકે હવે તે કમાયેલા બધા પૈસા બચાવી શકે છે.

અમેરિકી સ્નાતકોના રિઝ્યુમેની સંખ્યામાં ભારે ઉછાળોઃ ઈન્ટરવ્યુબિટ
ઈન્ટરવ્યુબિટ અને ઈન્સ્ટાહાયર જેવી વિશિષ્ટ ટેકનિકલ વેબસાઈટે જણાવ્યુ કે સ્વદેશમાં નોકરીની સંભાવનાઓ શોધી રહેલા અમેરિકી સ્નાતકોના રિઝ્યુમેની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ઈન્ટરવ્યુ અભ્યાસ અને ટેકનિકલ નોકરીઓ પર ધ્યાન આપવા સાથે રેફરલ વેબસાઈટ ઈન્ટરવ્યુબિટના કૉ-ફાઉન્ડર અભિમન્યુ સક્સેનાએ કહ્યુ કે આ બહુ વિચિત્ર વાત છે કે એમએસ કે એમબીએ હોલ્ડર ભારતીય અમેરિકાથી પાછા આવવા માટે ઈચ્છુક છે જ્યારે સામાન્ય રીતે તેમને લેન ચૂકવવાની હોવાથી તે ઓછામાં ઓછુ ત્યાં પાંચ વર્ષ રહેવા ઈચ્છતા હોય છે.

ભારતમાં એડટેક અને ગેમિંગ જેવા ક્ષેત્રોમાં સંભાવનાઓ વધી રહી છે
સ્નાતકોએ અનુભવ્યુ છે કે તે અમેરિકામાં એક નોકરી શોધવા પર ભરોસો ન કરી શકે એ પણ ત્યારે જ્યારે તેમના પોતાના દેશમાં એડટેક અને ગેમિંગ જેવા ક્ષેત્રોાં તકો વધી રહી છે. સક્સેનાએ કહ્યુ કે હવે ઈન્ટરવ્યુમાં મહિનામાં લગભગ 3000-5000 રિઝ્યુમ મળે છે જે પૂર્વ-કોવિડની સરખામણીમાં 30-40ની છલાંગ દર્શાવે છે. મઝાની વાત એ છે કે ભારતીય જૉબ માટે રિઝ્યુમ મોકલનારામાં 60-70 ટકા ભારતમાં નોકરી માટે તૈયાર બેઠા છે જ્યારે ગયા વર્ષે આ સરેરાશ માંડ 1 ટકા હતી. પ્રીમિયક ટેકનિકલ નોકરીઓ પર કેન્દ્રીત એક અન્ય વેબસાઈટ ઈન્સ્ટાયરે ભારતમાં નોકરીઓ માટે ફોર્મ ભરવા માટે ઈચ્છુક ભારતીય અમેરિકી સ્નાતકો પાસેથી 800 રિઝ્યુમ મેળવ્યા છે. તેના કો-ફાઉન્ડર આદિત્ય રાજગઢિયાએ જણાવ્યુ કે ગયા વર્ષે આ 100થી પણ ઓછુ હતુ.

ભારતમાં જૉબ સર્ચ, ટેક અને માર્કેટિંગ જૉબ્ઝ લોકપ્રિય છે
લીડો લર્નિંગ કહે છે કે કંપનીને દર અઠવાડિયે યુએસ સ્નાતકો પાસેથી ડઝનેક રિઝ્યુમ મળે છે. લીડો લર્નિંગમાં મુખ્ય રણનીતિ અધિકારી નંદિની મુલાજીએ જણાવ્યુ કે કંપનીને દર અઠવાડિયે યુએસ સ્નાતકો પાસેથી ડઝનેક રિઝ્યુમ મળે છે. મોટાભાગના નિયોક્તા મંદી દરમિયાન વિઝા ઈસ્પૉન્સર કરવા માટે ઉત્સુક નથી. મુલાજીએ આગળ કહ્યુ કે સ્ટેનફૉર્ડમાં એમબીએની ડિગ્રીથી એક વર્ષના લાંબા બ્રેક પર છે. લે લિડોમાં કામ કરવા માટે ઈચ્છુક છે. ટેલેન્ટ સર્ચ એન્જિન ઈન્ડીડ ઈન્ડિયાના મેનેજર નિર્દેશક શશિ કુમારે જણાવ્યુ કે અમેરિકાથી ભારતમાં જૉબ્ઝ સર્ચ માટે ટેક, કન્ટેન્ટ અને માર્કેટિંગની નોકરીઓ લોકપ્રિય છે. આમાં સૉફ્ટવેર એન્જિનિયર, ડેવલપર અને ગ્રાફિક ડિઝાઈર જેવી ભૂમિકાઓ શામેલ છે. આ વર્ષે મિશિગન ટેકનોલૉજી યુનિવર્સિટીથી મિકેનકલ એન્જિનિયરીંગમાં સ્નાકોત્તરની ડિગ્રી પૂરી કરનાર સૂરજ નાયરે જણાવ્યુ કે તે અમેરિકા, કેનાડા અને યુરોપમાં તકો શોધી રહ્યા છે પરંતુ ભારતમાં પણ નોકરી માટે ઈન્ટરવ્યુ આપ્યા છે.
Video: કોરોનાને માત આપી આ બંને બહેનો રસ્તા પર કરવા લાગી ધમાકેદાર ડાંસ