ટ્રેનના એસી કોચમાં મહિલા પર પુરુષ યાત્રીએ પેશાબ કર્યો
ભારતીય રેલ્વે ટ્રેનોના એસી કોચમાં મુસાફરોના સામાનની ચોરીના બનાવો સતત બનતા રહે છે, પરંતુ દિલ્હી-જોધપુર વચ્ચે દોડતી મંદોર એક્સપ્રેસમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદોર એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક મહિલા મુસાફર અને તેના સમાન પર એક પુરુષ મુસાફર પેશાબ કરે છે. મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આશુતોષ જયપુરના બરકત નગરનો રહેવાસી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે તે મંગળવારે રાત્રે મંદોર એક્સપ્રેસના એસી કોચ બી4 માં તેના પતિ સાથે દિલ્હીથી જોધપુર જઇ રહી હતી. રાત્રે પત્ની અને પતિ જુદા જુદા ડબ્બામાં સૂતા હતા. સવારે કોઈ અજાણ્યો શખ્સ તેમના ડબ્બામાં પર આવ્યો અને તેના અને તેના સમાન પર પેશાબ કરવા લાગ્યો. તે મહિલા જાગી ગઈ અને તેણે આ બધું જોઈને ચીસો પાડવાનું શરુ કર્યું.
નજીકના ડબ્બામાંથી મહિલાના પતિ અને અન્ય મુસાફરો તેના ડબ્બા પાસે આવ્યા હતા, જ્યારે તેઓને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓએ આરોપીને માર માર્યો. ત્યારબાદ ટીસીને આ ઘટના વિશે જણાવ્યું. થોડા સમય પછી ટ્રેન જોધપુરના મંદોર રેલ્વે સ્ટેશન પર પહોંચી. જ્યારે મહિલા અને તેના પતિએ જોધપુર રેલ્વે પ્રોટેક્શન ફોર્સને સંપૂર્ણ માહિતી આપી ત્યારે તેઓએ આરોપી યુવાનને પકડ્યો.
આ પણ વાંચો: આ ભાજપશાસિત રાજ્યમાં હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે દારૂ
શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ ધરપકડ થયા બાદ, તેને જોધપુરમાં જ રેલ્વે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 200 રૂપિયા દંડ ભરાવીને છોડી દેવામાં આવ્યો. જયારે બીજી બાજુ મહિલા અને તેના પતિનો આરોપ છે કે તે વ્યક્તિ સાથે બીજા ચાર યુવકો પણ હતા. બધા જ ટિકિટ વિના એસી ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો: નેવી ઑફિસરની પત્નીને Video કૉલ કરીને કપડાં ઉતારી નાખ્યાં અને પછી..