ફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ
કોલકાતાઃ જેટ એરવેઝની ફ્લાઈટમાં 21 વર્ષીય એક યાત્રીએ પોતાની મિત્રો સાથે વાતચીતમાં ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ કહેવું ભારે પડી ગયું. સમગ્ર મામલો કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પરનો છે, જ્યારે એક યાત્રીને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ઝડપી લેવામાં આવ્યો. જાણકારી મુજબ આ શખ્સ કોલકાતાથી મુંબઈ જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં સવાર હતો, ટેક ઑફ પહેલા તે શખ્સે મોઢે રુમાલ બાંધીને એક સેલ્ફી લીધી હતી. એટલું જ નહિં, બાદમાં તેણે આ સેલ્ફી વોટ્સએપ પર શેર કરતા લખ્યું- ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ. આ દરમિયાન તે શખ્સ પોતાના મિત્રો સાથે સ્નેપચેટમાં વાત કરતા આતંકવાદી શબ્દનો પણ ઉપયોગ કર્યો. તેની આ હરકત બાજુમાં બેઠેક એક શખ્સને સંદિગ્ધ જણાતાં તેણે તુરંત ક્રૂ મેમ્બર્સને જાણકારી આપી. જે બાદ ફ્લાઈટ રોકીને યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી.

ફ્લાઈટમાં આતંકવાદીની મજાક કરવી ભારે પડી
સમગ્ર મામલો કોલકાતા એરપોર્ટમાં એ સમયે સામે આવ્યો જ્યારે જેટ એરવેઝની કોલકાતાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ 9W 472 નંબરની ફ્લાઈટ ટેક ઑફની તૈયારી કરી રહી હતી. આ ફ્લાઈટમાં યોગવેદાંત પોદ્દારી નામનો શખ્સ પોતાના અમુક મિત્રો સાથે યાત્રા માટે ચઢ્યો હતો. દરમિયાન તે પોતાના મિત્રો સાથે સ્નેપચેટ પર વાત કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે જેવો શખ્સ પોતાની સીટ પર બેઠો તેણે રૂમાલથી પોતાનો અડધો ચહેરો ઢાંકી લીધો અને વૉટ્સએપ પર મેસેજ મોકલ્યો કે ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ.

કોલકાતા એરપોર્ટનો સમગ્ર મામલો
સમગ્ર મામલો જેવો પાયલટ સુધી પહોંચ્યો તેમણે તુરંત ઉપરી અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી. સૂચના મળ્યાના તુરંત બાદ પ્રશાસને કાર્યવાહી કરતા ફ્લાઈટ ટેક ઑફ થાય તે પહેલા જ રોકી લીધી. જે બાદ પોલીસ અહીં પહોંચી અને આરોપી શખ્સની ધરપકડ કરી લીધી. આ ઘટના સમયે વિમાનમાં 160 યાત્રીઓ સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સમગ્ર મામલો એ સમયે સામે આવ્યો જ્યારે યાત્રિઓના બોર્ડિંગ બાદ આ ફ્લાઈટ પાર્કિંગ-વેથી રનવે સુધી પહોંચી ગઈ અને ટેક ઑફ કરવામાં થોડો સમય જ બાકી હતો.

કોલકાતાથી મુંબઈ જઈ રહી હતી ફ્લાઈટ
શખ્સે પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે પોતાના મિત્રો સાથે મકાજ કરી રહ્યો હતો. તેનો રૂમાલથી મોઢું ઢાંકવું, ફોટો ખેંચીને મેસેજ કરવો, એ બધું મિત્રોને પરેશાન કરવા માટે કર્યું હતું. તેણે પોલીસને કહ્યું કે તે આતંકવાદી નથી અને એક નોકરીનું ઈન્ટર્વ્યૂ આપવા માટે મુંબઈ જઈ રહ્યો છે. જો કે હાલ આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાને પગલે ફ્લાઈટ 1 કલાક મોડી રવાના થઈ.
ગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ