For Quick Alerts
For Daily Alerts
દિલ્હી ગેંગરેપના આરોપીનો અન્ય કેદીએ તોડી નાખ્યો હાથ
નવી દિલ્હી, 5 એપ્રિલ: દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012માં થયેલા કથિથ ગેંગરેપના એક આરોપી વિનય શર્માનો જેલમાં કેદ અન્ય આરોપીયોએ હાથ તોડી નાખ્યો. જેના પગલે આરોપી વિનયના વકિલે કોર્ટને અપિલ કરી છે કે વિનયને અન્ય જેલમાં શિફ્ટ કરી દેવામાં આવે.
આ પહેલા આરોપી વિનય શર્માંએ કોર્ટમાં એપ્લિકેશન આપી હતી કે તેને IAF રિક્રૂટમેન્ટ પરીક્ષાની તૈયારી માટે જેલની લાઇબ્રેરીમાં જવા દેવામાં આવે. પૌષ્ટિક આહાર મળે અને પરીક્ષાની તૈયારી માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે 11 માર્ચ 2013ના રોજ દિલ્હી ગેંગરેપ મામલે જેલમાં બંધ એક અન્ય આરોપી રામસિંહ તિહાડ જેલમાં આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો હતો. જેલ નંબર 3માં રામસિંહ બંધ હતો.
નોંધનીય છે કે દિલ્હીમાં ચાલતી બસમાં એક મેડિકલની વિદ્યાર્થિની પર પાંચ લોકોએ આચરેલા દુષ્કર્મ બાદ આખા દેશમાં તેની સામે વિરોધ પ્રદર્શન યોજાયા હતા અને આરોપીઓને ફાંસી આપવાની માંગ ઉઠી હતી.