દેશભરમાં દર વર્ષે એક ‘ડંખ’થી થાય છે 60 લાખ લોકો બીમાર
દેશભરમાં દર વર્ષે એક ડંખથી લાખો લોકો ભયંકર બીમારીનો ભોગ બને છે. અમે વાત કરી રહ્યાં છીએ ડેંગ્યુની. ભારતીય સરકારના અધિકૃત આંકડાઓ ભલે એ કહીં રહ્યાં હોય કે, વર્ષે 20 હજાર લોકો જ ડેંગ્યુનો શિકાર બને છે, પરંતુ અમેરિકામાં થયેલી એક શોધમાં એ સ્પષ્ટ થઇ ગયું છેકે ડેંગ્યુ પીડિત થનારા લોકોની સંખ્યા હજારોમાં નહીં પરંતુ લાખોમાં હોય છે.
અમેરિકન જર્નલ ઓફ ટ્રોફિકન મેડિસિન એન્ડ હાઇજીનમાં છપાયેલા અહેવાલમાં જણાવ્યામાં આવ્યું છેકે, ભારતમાં દર વર્ષે 60 લાખ લોકો ડેંગ્યુના ડંખનો ભોગ બને છે. દર વર્ષે આવા અંદાજે 60 લાખ લોકો માત્ર ભારતમાં છે. આખા વિશ્વની વાત કરવામાં આવે તો ડેંગ્યુના મચ્છરોના ડંખનો ભોગ બનેલા લોકોની સંખ્યા દર વર્ષે અંદાજે 40 કરોડની હોય છે.
વૈજ્ઞાનિક એનકે અરોડાએ જણાવ્યું છેકે, દેશમાં હજારો મામલા એવા છે, જેમના આંકડા મળી શકતા નથી. તેમણે કહ્યું કે, આ સરકારી આંકડા એટલા માટે વિશ્વસનિય નથી, કારણકે મોટાભાગના લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવે છે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલમાં ડેંગ્યુના દર્દીઓની સંખ્યાના આંકડા રિપોર્ટ તૈયાર કરતી વખતે મળી શકતા નથી.