For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો

એક આરપીએફ જવાનની બહાદૂરીને કારણે મુસાફરને ટ્રેનની ચપેટમાં આવવાથી બચાવી લેવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

એક આરપીએફ જવાનની બહાદૂરીને કારણે મુસાફરને ટ્રેનની ચપેટમાં આવવાથી બચાવી લેવામાં આવ્યો. તમિલનાડુના એગ્મોર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ ચાલતી ટ્રેનના દરવાજા સાથે ઢસડાતો જઈ રહ્યો હતો. સ્ટેશન પર હાજર આરપીએફ જવાને જેવો યુવકને ફસાયેલો જોયો કે તરત જ તેને બચાવવા દોડી ગયો. આરપીએફ જવાનની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળીઆ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળી

rpf jawan

તમિલનાડુના એગ્મોર રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનની બહાદૂરીથી એક વ્યક્તિનો જીવ બચી ગયો. સ્ટેશન પર એક યુવક ચાલતી ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તે પડીને દરવાજા અને સ્ટેશન વચ્ચે ફસાઈ ગયો. યુવક ટ્રેન સાથે ઢસડાતો જઈ રહ્યો હતો. સ્ટેશન પર હાજર આરપીએફ જવાન જેવો યુવકને ટ્રેનમાં ફસાયેલો જોયો કે તરત જ તેને બચાવવા દોડી ગયો.

આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'

વાયરલ વીડિયોમાં જવાન યુવકને ઝડપથી ટ્રેનમાંથી સ્ટેશન તરફ ખેંચતો દેખાઈ રહ્યો છે. યુવકને ત્યારબાદ સ્ટેશન પર સૂવડાવી દેવામાં આવ્યો. આ ઘટના 12 નવેમ્બરની ગણાવવામાં આવી રહી છે. એએનઆઈના જણાવ્યા મુજબ યુવકનો કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી.

English summary
A RPF personnel in Tamil Nadu saves passenger's life from coming under the running train. The video of the incident has gone viral on the internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X