For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને પકડવામાં આવ્યો

ઉત્તરપ્રદેશ આગ્રામાં કાંગરોલ વિસ્તારના એક ગામમાં નરબલી ની સૂચના પર જોરદાર બબાલ ચાલી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ આગ્રામાં કાંગરોલ વિસ્તારના એક ગામમાં નરબલી ની સૂચના પર જોરદાર બબાલ ચાલી છે. અંધવિશ્વાસ ને કારણે 11 સ્કૂલના બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને ગ્રામીણોએ પકડી લીધો અને તેની જોરદાર ધુલાઈ પણ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે તાંત્રિક પોતાની મામીની તબિયત ઠીક કરવા માટે આવું કરી રહ્યો હતો. પરંતુ જગ્યા પરથી નરબલી આપવાનો મામલો સામે નથી આવ્યો, ફક્ત બકરાની બલી બાબતે માહિતી સામે આવી છે.

પ્રાઇવેટ સ્કુલની બાળકીઓને બોલાવી

પ્રાઇવેટ સ્કુલની બાળકીઓને બોલાવી

નરબલી અફવાહ પછી ગ્રામીણો ઘ્વારા આરોપીને ઘેરી લેવામાં આવ્યો. પોલીસે અફવાહ ફેલાવનાર ટીચર અને તાંત્રિકની ધરપકડ કરી લીધી. આખો મામલો કાંગરોલ વિસ્તારના ડોરેઠા ગામનો છે. ડોરેઠા ગામ નિવાસી પ્રમોદ બધેલ ની પત્ની ન તબિયત ખરાબ હતી. સંબંધમાં તેમના ભત્રીજાએ તેમના પર ભૂતપ્રેત નું ચક્કર બતાવીને પૂજા અને બકરાની બલી આપવા માટે કહ્યું. બલી આપતા પહેલા નજીકની સ્કુલ બાળકીઓને બોલાવવામાં આવી અને કન્યાપૂજન કરવામાં આવ્યું. બકરાની બલી આપી રહેલા તાંત્રિકને જોઈને બાળકીઓ ગભરાઈ અને આખી વાત સ્કુલમાં ટીચર ને જણાવી.

નરબલી અફવાહ ફેલાઈ, ટીચર હિરાસતમાં

નરબલી અફવાહ ફેલાઈ, ટીચર હિરાસતમાં

ત્યારપછી સ્કુલ ટીચરે આખા ગામમાં નરબલી અફવાહ ફેલાવી જગ્યા પર પહોંચેલી પોલીસે તંત્ર કરી રહેલા તાંત્રિક અને ટીચર બંનેને પકડી લીધા. ગ્રામીણો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રમોદે બાળકોને પોતાના દીકરા અને દીકરી મારફતે ઘરે બોલાવી લીધા. બધાને દાવત આપીને બાળકોની બલી માટે તૈયારી કરવા લાગ્યો. આ આખા મામલે સ્કુલ પ્રબંધક પણ જોડાયેલ છે.

તાંત્રિક પણ પોલીસના હવાલે

તાંત્રિક પણ પોલીસના હવાલે

પોલીસ હવે તાંત્રિક અને ટીચરની પૂછપરછ કરીને તપાસમાં લાગી ગયી છે. આરોપી તાંત્રિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે મામી ની તબિયત ખરાબ હતી એટલા માટે માતારાની ની પૂજા માટે બાળકોને બોલાવ્યા હતા.

English summary
A Tantrik beaten public handed over police agra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X