For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થતા શિક્ષક સસ્પેન્ડ, જાણો શું છે વિવાદ?

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સતત વિવાદોમાં રહે છે ત્યારે હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સતત વિવાદોમાં રહે છે ત્યારે હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. વિગતો અનુસાર, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા બદલ એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સામે આવી રહેવો આ વિવાદ મધ્યપ્રદેશનો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં છે. યાત્રા સાથે જોડાવા માટે બડવાની જિલ્લાની પ્રાથમિક શાળા ગુજરી વિદ્યાલયના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષક રાજેશ કનોજે પર રાહુલ ગાંધીની મુલાકાત કરવા બદલ આ કાર્યવાહી કરાઈ છે.

મળતી વિગતો અનુસાર, સસ્પેન્ડ થયેલા શિક્ષક 24 નવેમ્બરે આદિવાસી સામાજિક કાર્યકર સાથે રાહુલ ગાંધીને મળ્યા હતા. આદિવાસી સમાજના પ્રશ્નોની વાત કર્યા બાદ તેમને તીર કામઠુ પણ આપ્ય હતું. હવે તેમને સસ્પેન્શન લેટરમાં કહેવામાં આવ્યું છે કે તેણે રાજકીય પક્ષની રેલીમાં ભાગ લઈને મધ્ય પ્રદેશ સિવિલ સર્વિસ આચાર 1965ના નિયમ-5નું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.

Bharat Jodo Yatra

હવે આ મુદ્દે રાજનીતિ તેજ થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પુર્વ ગૃહમંત્રી બાલા બચ્ચને કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી શિવરાજ સરકાર પરેશાન છે. અહીં તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેનારા મોટી સંખ્યામાં કર્મચારીઓ છે, પરંતુ આજ સુધી સરકારે તેમને ક્યારેય સસ્પેન્ડ કર્યા નથી. બાલા બચ્ચને કહ્યું કે મેં શિક્ષક સામે કાર્યવાહીનો આદેશ જોયો, તેમાં સ્પષ્ટ છે કે શિવરાજ અને ભાજપ ડરી ગયુ છે. ચૂંટણી આવવાની છે. જનતા નક્કી કરશે.

આ મુદ્દે પોતાનો પક્ષ રાખતા સસ્પેન્ડ થયેલા શિક્ષક રાજેશ કનોજીએ કહ્યું કે, હું શિક્ષક છું. મને રાહુલ ગાંધીને મળવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હું આદિવાસી સમાજની સમસ્યાઓને લઈને રાહુલ ગાંધીને મળ્યો હતો. પાણી, જંગલ અને જમીન કંપનીઓના હાથમાં જઈ રહી છે. ફોરેસ્ટ એક્ટ હેઠળ આપણા લોકોને જે અધિકાર મળવા જોઈએ તે મળી રહ્યા નથી.

અહીં નોંધપાત્ર વાત એ છે કે, શિવરાજ સરકાર આદિવાસીઓને આકર્ષવા નવી યોજનાઓ બનાવી રહી છે, પરંતુ એક આદિવાસી શિક્ષકને આ રીતે સસ્પેન્ડ કરવાથી વહીવટી અને વહીવટી સ્તરે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.

English summary
Teachers participating in Rahul Gandhi's Bharat Jodo Yatra suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X