રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ થશે, ભાજપે સાંસદોને વ્હિપ જાહેર કર્યું
નવી દિલ્હીઃ લોકસભામાંથી પાસ થયા બાદ ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે, ભારતીય જનતા પાર્ટીએ આને લઈ પોતાના સાંસદોને વ્હિપ જાહેર કર્યું છે, રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવા માટે મોદી સરકાર બિન એનડીએ, બિન યૂપીએ પાર્ટીઓ પર નિર્ભર રહેશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત નથી, પરંતુ રાજ્યસભામાં બહુમત ન હોવા છતાં તેમણે જેવી રીતે આરટીઆઈ બિલ પાસ કરાવ્યું તેનાથી તેમને આ બિલ પણ પાસ થઈ જાય તેવી ઉમ્મીદ છે..

રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પાસ થશે
તેવી જ રીતે હવે સાંસદોને ગેરહાજરી, વૉકઆઉટ અને કેટલાક બિન એનડીએ અને બિન યૂપીએ દળોના સહયોગથી આ વખતે ટ્રિપલ તલાક બિલ પણ પાસ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આરટીઆઈ બિલ પાસ કરાવવામાં બીજેડી, ટીઆરએસ અને વાઈએસઆરસીપી જેવા દળોએ સરકારની મદદ કરી હતી પરંતુ ટ્રિપલ તલાકના મુદ્દા પર ભાજપને જેડીયૂનો સાથ ન મળ્યો, એવામાં તેમનો રસ્તો આસાન નથી, સૂત્રો કહી રહ્યા છે કે જેડીયૂ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી ટ્રિપલ તલાક બિલ પર વોટિંગની પ્રક્રિયાથી દૂર રહેશે જ્યારે બીજદ સરકારના પક્ષમાં વોટિંગ કરશે.

લોકસભામાં 25 જુલાઈએ ટ્રિપલ તલાક બિલ પાસ થયું હતું
જણાવી દઈએ કે લોકસભામાં 25 જુલાઈએ ટ્રિપલ તલાકને અપરાધ બનાવતા બિલ પર ચર્ચા કરી પાસ કરી દેવામાં આવ્યું હતું, આ બિલમાં ટ્રિપલ તલાકને બિનકાનૂની જણાવતા 3 વર્ષની સજા અને દંડનું પ્રાવધાન સામેલ છે. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી સહિત કેટલાય વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો અને આમાં સંશોધનની માંગ કરી છે.

ભાજપ માટે મુશ્કેલીનો સમય
આ બિલના મુખ્ય પ્રાવધાનોમાં ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને ખતમ કરવો, ટ્રિપલ તલાકને અપરાધ માનવો અને પતિને ત્રણ વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે. મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં પણ આ બિલને લાવી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટક્યા બાદ તેમણે આના પર અધ્યાદેશ લાવવો પડ્યો હતો.
Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત