For Quick Alerts
For Daily Alerts

યુવકે પાણી માંગ્યું તો પોલીસકર્મીઓએ ચહેરા પર કરી દિધી પીપી
કલકત્તા, 6 જુલાઇ: એક યુવકએ આરોપ લગાવ્યો છે કે કેટલાક અસામાજિક તત્વોની ટુકડીથી બચવાના પ્રયાસમાં મદદની માંગણી કરતાં ત્રણ પોલીસ અધિકારીઓએ તેની સાથે મારઝૂડ કરી અને તેના ચહેરા પર પેશાબ કરી દિધો. શહેરના પાર્ક સર્કસ વિસ્તારમાં એક ફાસ્ટ ફૂડ સેન્ટરમાં કામ કરનાર મોહંમદ રફીકે આરોપ લગાવ્યો હતો કે ગત રાત્રીએ તે કામ બાદ ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ગુંડાઓએ તેને ઘેરી લીધો હતો અને તેના સામાન તથા રૂપિયા પડાવી લીધા હતા.
તેને ભાગ છુટવાની પ્રયત્ન દરમિયાન ત્રણ લોકો પાસે પહોંચ્યો જેમને પોતે પોલીસ અધિકારી હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ દરમિયાન ગુંડાઓ પહોંચી ગયા અને તેમને પોલીસવાળાઓને કહ્યું કે તે ચોર છે અને તેને ખરાબ રીતે મારવામાં આવ્યો. જ્યારે મોહંમદ રફીકે પાણી માંગ્યું તો પોલીસ અધિકારી હોવાનો દાવો કરનાર ત્રણ લોકોએ તેના ચહેરા પર પેશાબ કરી દિધો.
બેભાન અવસ્થામાં મોહંમદ રફીકને બાદમાં એક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. આ મુદ્દે બેનિયાપુકુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ આજે આ ઘટનાને લઇને મૌન પાળીને બેઠા છે. જોઇન્ટ કમિશ્નર પલ્લબ કાંતિ ઘોષે કહ્યું હતું કે અમે આ મુદ્દે તપાસ કરી રહ્યાં છીએ અને બધા પાસાઓની તપાસ કરી રહ્યાં છીએ. જો કોઇ દોષી જોવા મળશે તો કાર્યવાહી કરીશું.
Comments
English summary
A west bengal policeman did urin on face of man.
Story first published: Saturday, July 6, 2013, 17:03 [IST]