For Quick Alerts
For Daily Alerts
બદલો લેવા મહિલાને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી
જલાલાબાદ, 10 મેઃ પંજાબના જલાલાબાદમાં એક શરમજનક ઘટના ત્યારે થઇ જ્યારે કેટલાક લોકોએ એક આધેડ મહિલાને નિર્વસ્ત્ર કરીને ઝાડ સાથે બાંધી દીધી. ગ્રામજનો અવાજ સાંભળી ઘટનાસ્થળે પહોંચ્યા અને મહિલાને આરોપીઓના ચુંગલમાંથી છોડાવી હતી. જો કે આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
પોલીસએ બનાવે સંજ્ઞાનમાં લઇને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને આશ્વાસન આપ્યું છે કે આરોપીઓની ટૂંક સમયમા જ પકડી લેવામાં આવશે. થાના પ્રભારી જગદીશ કુમારનું બનાવ અંગે કહેવું છે કે આ પ્રકારની ઘટના જધન્ય અપરાધ છે, અમે આરોપીઓને પકડવા માટે વિવિધ સ્થાનો પર રેડ મારી રહ્યાં છીએ.
પોલીસે ઘટનાના કારણોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે પીડિત મહિલાના પુત્ર અને ભાણાએ હુમલો કરનાર પરિવારની યુવતીનો એક અશ્લિલ એમએમએસ તૈયાર કરીને ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા પરિજનોએ બદલો લેવાના ઉદ્દેશ્યથી આ જધન્ય અપરાધ કર્યો છે. બીજી તરફ પીડિત મહિલાનું કહેવું છે કે હુમલાખોરો બુધવાર રાત્રે આઠ વાગ્યે તેના ઘરે આવ્યા હતા અને મારપીટ કરવા લાગ્યા હતા, બાદમાં તેઓ તેને બહાર ખેંચીની લઇ ગયા હતા અને કપડાં ફાડીને તેને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી દીધી હતી.